લોકોમાં વાળ ખરવાની સમસ્યા વધી રહી છે વાળ ખરતા અટકાવવા લોકો બજારમાં વેચાતા અનેક પ્રકારના તેલ ખરીદે છે. પરંતુ બજારમાં મળતા તેલમાં સુગંધ અને રસાયણો હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. તેથી બજારમાં વેચતા તેલને બદલે ઘરે જ તેલ બનાવીને વાળમાં લગાવી શકાય છે. ઘરે તેલ બનાવવા માટે કરી પત્તા અને નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો આ તેલ કેવી રીતે તૈયાર કરવું.
ઘરે તેલ બનાવવા માટે કરી પત્તા અને નારીયેળ તેલ નો ઉપયોગ થાય છે.કરીના પાંદડામાં એન્ટી-ઓક્સિડેન્ટ, બીટા કેરોટીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાંદડાઓમાં એમિનો એસિડ પણ હોય છે જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. જો કરી પત્તાને નારિયેળના તેલમાં નાખી માથા પર લગાવવામાં આવે તો તે પાતળા વાળની સમસ્યાને દૂર કરી શકાય છે.
નાળિયેર તેલમાં લોરિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. લૌરિક એસિડ એક પ્રકારનું સંતૃપ્ત ચરબી છે જે વાળને પ્રોટીનના નુકશાનથી બચાવે છે. તેનાથી વાળની મજબૂતાઈ જળવાઈ રહે છે. નાળિયેરનું તેલ માથા ઉપરની ચામડીને પૂરતો ભેજ પ્રદાન કરે છે,જે ડેન્ડ્રફની સમસ્ય ઘટાડે છે. આ તેલ વાળ ખરતા અટકાવવા, વાળના વિકાસ અને વાળને લંબા કરવામાં મદદ કરે છે.
એક બાઉલમાં નાળિયેર તેલ લો અને તેને ઉકાળો . આ તેલમાં મુઠ્ઠીભર કરી પત્તા ઉમેરો. આ તૈયાર તેલને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને એકથી દોઢ કલાક સુધી રાખ્યા બાદ વાળ ધોઈ લો. જો તમારા વાળ વધુ પડતા શુષ્ક હોય તો આ તેલને આખી રાત પણ વાળમાં રાખી શકાય છે.
તેલની અસર વધારવા માટે નારિયેળના તેલમાં કરીના પત્તાની સાથે મેથીના દાણા પણ ઉમેરી શકાય છે. મેથી અને કરીના પત્તાનું તેલ વાળને લાંબા, જાડા બનાવે છે અને ખરતા ઘટાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech