રક્ષાબંધનના દિવસને ખાસ બનાવવા માટે દરેક ભાઈ-બહેન રાખડીનો તહેવાર ઉજવે છે, જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોય છે. બજારોમાં અવનવી રાખડી જોવા મળે છે. લોકો રાખડીની સાથે સાથે કપડાંની પણ ખરીદી કરે છે. તહેવારોનો દિવસ મીઠાઈ વિના તો અધૂરો જ ગણાય છે. તેથી આ પ્રસંગે મીઠાઈની દુકાન પર પણ ભીડ જોવા મળે છે.
રક્ષાબંધનના અવસરે ભાઈનું મોઢું મીઠુ કરવા માટે ઘરમાં વિવિધ પ્રકારની શુદ્ધ મીઠાઈઓ બનાવી શકો છો. અહી એવી બે મીઠાઈની રેસીપી આપેલી છે, જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે.
ગુલાબ જાંબુ
મોટાભાગના લોકો ગુલાબ જાંબુને ખૂબ પસંદ કરે છે. ત્યારે તમે પણ રક્ષાબંધનના ખાસ દિવસે આ મીઠાઈ બનાવી શકો છો. તેને ઝડપથી અને સરળતાથી ઘરે બનાવી શકાય છે. તેને બનાવવા માટે એક કપ માવો, 2 કપ ખાંડ, 3 કપ પાણી, એક ચપટી ખાવાનો સોડા, 2 કપ ઘી, 2 એલચી અને ડ્રાયફ્રુટ્સની જરૂર પડશે. હવે સૌ પ્રથમ માવાને સારી રીતે મેશ કરી લો, તેમાં ખાવાનો સોડા પણ ઉમેરી લો અને તેને કણકની જેમ વણી લો. તે નરમ હોવું જોઈએ. તેમાં ઘીના બે થી ચાર ટીપા ઉમેરી શકો છો. હવે તેને ગુલાબ જાંબુનો આકાર આપો.
આ પછી પેનમાં ઘી નાખીને ગરમ કરો. આ પછી તેમાં ગુલાબ જાંબુ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તળો, ધ્યાન રાખો કે તે બળી ન જાય. હવે ચાસણી બનાવવા માટે પાણી અને ખાંડને સારી રીતે ઉકાળો. હવે તેમાં એલચી પાવડર મિક્સ કરો. હવે પેનમાંથી ગુલાબ જાંબુ કાઢીને ચાસણીમાં નાખો. હવે તેમાં ડ્રાય ફ્રુટ્સ ઉમેરી સર્વ કરો.
કાજુ કતરી
કાજુ કતરી ઘણા લોકોને ભાવતી હોય છે. આ સ્વાદિષ્ટ મીઠાઈ ઘરે પણ બનાવી શકો છો. આ માટે ત્રણ કપ કાજુ લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે એક પેનમાં એક કપ પાણી અને 2 કપ ખાંડ નાખીને ચાસણી બનાવો. પછી આ ચાસણીમાં કાજુની પેસ્ટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. જો પેસ્ટ ઘટ્ટ થઈ જાય પછી તેમાં 1 ચમચી એલચી પાવડર ઉમેરી શકો છો. હવે તેને ટ્રેમાં મૂકો અને તેને સિલ્વર વરખથી ઢાંકી દો અને તેને કાજુ કતરીના આકારમાં કાપી લો. કાજુ કતરી ઘરે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech