વેપાર યુદ્ધ ન થાય તે જોશો: ભારતે કુણા વલણ સાથે બાંગ્લાદેશને આપી સલાહ

  • April 17, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે બાંગ્લાદેશની હાલની વેપાર નીતિ અને નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે, તેમ છતાં ભારત સરકારે સંકેત આપ્યા છે કે, અમે તાત્કાલિક ધોરણે જવાબી કાર્યવાહીથી બચાવનો પ્રયાસ કરીશું જેથી બંને દેશોના સંબંધને ખરાબ થતા અટકાવી શકાય. અમે બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારના વેપાર યુદ્ધમાં પડવા નથી ઈચ્છતા, ભલે ઢાકા તરફથી વેપારને લઈને સંકેત સકારાત્મક નથી.

બાંગ્લાદેશે હાલમાં જ ભારતથી ભૂમિ સીમા દ્વારા દોરા (યાર્ન)ની આયાત પર રોક લગાવી દીધી છે. હકીકતમાં આ પહેલાં ભારતે 2020માં બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધાને પરત ખેંચી લીધી હતી. જોકે, ભારતીય સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધાને સમાપ્ત કરવાનો હેતુ ભારતના બંદરો અને એરપોર્ટ પર ભીડ ઓછી કરવાનો હતો.

ભારતે નક્કી કર્યું કે, આ નિર્ણયથી નેપાળ અને ભૂતાનને બાંગ્લાદેશથી થતી નિકાસ પર કોઈ અસર નહીં પડે, જે ભારતીય જમીનથી પસાર થઈને જાય છે. બાંગ્લાદેશ તરફથી સતત આવી રહેલા ભારત-વિરોધી નિવેદન અને વેપાર નિર્ણયો વચ્ચે હાલમાં જ બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની મુલાકાત થઈ હતી. આ દરમિયાન મોદીએ આગ્રહ કર્યો હતો કે, યુનુસ એવા નિવેદનો આપવાનું ટાળે જે વાતાવરણ ખરાબ કરી શકે છે.

ભારતીય પક્ષનું માનવું છે કે, ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરતા પહેલાં જ બાંગ્લાદેશની વચગાળાની સરકાર એવા પગલાં ભરી રહી છે, જે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નુકસાન પહોંચાડી શકતા હતાં. માર્ચ મહિનામાં બાંગ્લાદેશે ભારતને લગતી ત્રણ જમીની સીમાઓને બંધ કરવા અને દોરા (યાર્ન)ની આયાત પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં જાન્યુઆરીમાં બાંગ્લાદેશે બેનાપોલ કસ્ટમ હાઉસ પર સુરક્ષા વધારી દીધી હતી, જેને ભારતે એક પ્રતિબંધિત પગલાંના રૂપે જોયું.

બાંગ્લાદેશના કપડા નિર્માતાઓ પહેલાંથી જ સરકારને ચેતવણી આપી ચુક્યા છે કે, ભારતથી દોરાની આયાત પર રોક લગાવવી કાપડ ઉદ્યોગ માટે આત્મઘાતી સાબિત થશે. ભારત બાંગ્લાદેશને કાપડ ઉત્પાદન માટે કાચા માલની નિકાસ કરે છે, જેના પર આ પ્રતિબંધ સીઘી અસર કરી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાન હવે બાંગ્લાદેશમાં નિકાસ વધારવાની તક શોધી રહ્યું છે. બંને દેશો વચ્ચે વર્ષો બાદ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ થઈ છે. આ ક્રમમાં પાકિસ્તાની વિદેશ સચિવ અમના બલોચ ગુરૂવારે ઢાકા જશે, જોકે વિદેશ મંત્રી ઇશાક ડાર આવતા અઠવાડિયે ઢાકાની મુલાકાત લેશે.

આ દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું છે કે, અમે વેપારને રાજકારણથી અલગ રાખીને સ્થિરતા અને સહયોગના પક્ષમાં છીએ. પરંતુ, બાંગ્લાદેશની નીતિ અને પાકિસ્તાન સાથે વધતા સંપર્કોને લઈને પણ અમે સાવધાન છીએ. આવનારા અઠવાડિયામાં એ જોવાનું રહ્યું કે, ઢાકાની નીતિ કઈ દિશામાં આગળ વધે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application