શિયાળામાં મગફળી-ગોળની ચીક્કી બનાવો આ સિક્રેટ રેસિપીથી, એકવાર ખાશો તો ભૂલી જશો બજારનો સ્વાદ

  • November 20, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મગફળી-ગોળની ચિક્કી પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે. શિયાળામાં તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે, જે શરદી અને ઉધરસથી તો બચાવે છે પરંતુ વધુ પડતું ખાવા પર પણ નિયંત્રણ કરે છે. મગફળી-ગોળની ચિક્કી બજારમાં આસાનીથી મળી જાય છે પરંતુ જો તેને ઘરે જ તૈયાર કરો છો તો તેની શુદ્ધતાને કારણે સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં થાય અને ચિક્કી એકદમ સસ્તી પણ પડશે. જરૂરથી ટ્રાય કરો મગફળી અને ગોળમાંથી બનેલી ચિક્કીની રેસિપી. જેનાથી ન તો મિશ્રણમાં ગંઠા થવાની સમસ્યા થશે અને ન તો ચિક્કી તૈયાર થતાં પહેલા તુટી જશે.


મગફળી-ગોળની ચીક્કી બનાવવા માટેની સામગ્રી


 250 ગ્રામ મગફળી

 200 ગ્રામ ગોળ

 25 ગ્રામ માખણ

 થોડું ઘી (ગ્રીસિંગ માટે)


મગફળી-ગોળની ચિક્કી બનાવવાની રીત


  • સૌ પ્રથમ, મગફળીને એક કડાઈમાં મધ્યમ આંચ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં શેકી લો.

  • ધ્યાનમાં રાખો કે મગફળીને વધુ શેકશો નહીં, નહીં તો તે બળી જશે.

  • હવે એક અલગ પેનમાં ગોળ અને 1/2 કપ પાણી ઉમેરી મધ્યમ તાપ પર પકાવી લો.

  • ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

  • પછી પીગળેલા ગોળમાં મગફળી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બધી મગફળી ગોળ સાથે સારી રીતે કોટ ન થઈ જાય.

  • પછી એક ટ્રે અથવા પ્લેટને ઘીથી ગ્રીસ કરો.

  • હવે તૈયાર મિશ્રણને ટ્રેમાં ફેલાવો અને તેને ચમચી અથવા રોલિંગ પિનની મદદથી સરખી રીતે ફેલાવો.

  • આ મિશ્રણને ઓછામાં ઓછા 2-3 કલાક માટે ઠંડુ થવા દો. તે ઠંડું થઈ જાય પછી, ચિક્કીને મનપસંદ આકારમાં કાપી લો.


ખાસ ટીપ્સ


  • ચિક્કી બનાવવા માટે શુદ્ધ દેશી ગોળનો ઉપયોગ કરો.

  • પસંદગી મુજબ કોઈપણ જાતની મગફળીનો ઉપયોગ કરી શકો છો, જેમ કે શેકેલી અથવા કાચી મગફળી.

  • જો ચીક્કી મીઠી પસંદ હોય તો થોડો વધુ ગોળ ઉમેરી શકો છો.

  • ચિક્કીમાં પસંદગી મુજબ અન્ય ડ્રાય ફ્રૂટ્સ જેમ કે કાજુ, બદામ અથવા કિસમિસ પણ ઉમેરી શકો છો.

  • ચીકીને એર ટાઈટ ડબ્બામાં ડ્રાય અને કોલ્ડ પ્લેસ પર સ્ટોર કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application