ગીર સોમનાથના કોડીનાર નજીકના માઢવાડ બંદરે એક દુઃખદ ઘટના બની છે. આજે બે યુવાનો દરિયામાં ન્હાવા ગયા હતા, પરંતુ કમનસીબે તેઓ ડૂબી ગયા છે.
મળતી માહિતી મુજબ સાહિલ પાંજરી અને દેવરાજ ગોહિલ નામના બે યુવાનો ટગ બોટ લઈને દરિયામાં ન્હાવા માટે ગયા હતા. જો કે, અચાનક બોટ પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબેલા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી છે.
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે એકઠા થઈ ગયા હતા અને યુવાનોની શોધખોળમાં મદદ કરી રહ્યા છે. હાલમાં યુવાનોના મૃતદેહોને શોધવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech