રાજસ્થાનના બિકાનેરમાં આજે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વખતે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં બે સૈનિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જયારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં ચાર્લી સેન્ટર ખાતે સર્જાઈ હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને સુરતગઢની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આજે બિકાનેરના મહાજન થાના વિસ્તારમાં આવેલા સૈન્યના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ દુઘર્ટના સર્જાઈ હતી. જ્યાં પ્રેક્ટિસ દરમિયાન કોઈ ભૂલને કારણે અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં આ પરીક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે જેથી તપાસ કરી શકાય.
ગઈકાલે પણ રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સ્થિત મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એક સૈન્ય કવાયત દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ માટે આવેલા એક સૈનિકનું ટ્રક અને કાર વચ્ચે અથડાતાં મોત થયું હતું. તોપ જવાન ચંદ્ર પ્રકાશ તોપને એસેમ્બલ કરવાની પ્રક્રિયામાં રોકાયેલા હતા પરંતુ ટેકનિકલ ભૂલ અથવા અયોગ્ય મેચિંગના કારણે તેઓ અચાનક બે ભારે તોપો વચ્ચે ફસાઈ ગયા. તેને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સુરતગઢ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMદુબઈના શેખની લકઝરી લાઈફસ્ટાઈલ, સોનાના વાસણમાં પીવે છે ચા
December 18, 2024 04:57 PMકપલે છપાવ્યું લગ્નનું અનોખું કાર્ડ, બનાવી આધારકાર્ડની ડીઝાઇન
December 18, 2024 04:50 PMશરદીને કારણે નાકની આસપાસની ત્વચામાં બળતરા? માત્ર આટલું કરશો ત્યાં જ પરેશાની થશે ગાયબ
December 18, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech