રાજ્યમાં IAS અધિકારીઓમાં મોટા ફેરફાર: 68 અધિકારીઓની બદલી, 4 IASને પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પ્રમોસન
રાજ્યમાં IAS અધિકારીઓમાં મોટા ફેરફાર: 68 અધિકારીઓની બદલી, 4 IASને પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પ્રમોસન
February 01, 2025 10:54 PM
રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. એક સાથે 64 IAS અધિકારીઓની બદલી અને 4 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બદલીઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ નવી નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ બંછાનિધિ પાનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. એમ. થેન્નારસનને હવે રમત ગમત અને યુવા સાંસ્કૃતિ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. બંછાનિધિ પાની હાલમાં ટેકનિકલ એજ્યુકેશન વિભાગના કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
આ બદલીઓ રાજ્ય સરકારના વિકાસના કાર્યક્રમોને વધુ સારી રીતે અમલમાં મૂકવા માટે કરવામાં આવી છે. આ બદલીઓથી રાજ્યના વિવિધ વિભાગોમાં નવી ટીમો રચાશે અને તેનાથી વિકાસ કાર્યોમાં વેગ આવશે.