સીદસર ૨૫ વારિયામાં મહાનગર પાલિકા તંત્રની મોટી કાર્યવાહી

  • March 14, 2024 04:52 PM 

શહેર નજીકના સીદસર ગામે આવેલા ૨૫ વારીયા વસાહતમાં રોડ અને ગટર સહિતના કામો માટે મહાપાલિકા દ્વારા ગતિવીધી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન વસાહતીઓએ તેમને ફાળવાયેલા આવાસો કરતા વધુ ગેરકાયદે બાંધકામો બનાવી લીધાનું જણાતા મહાપાલિકા દ્વારા ૩૫૦ જેટલા વસાહતીઓને તેમણે કરેલા દબાણો દૂર કરવા નોટીસો ફટકારાઈ હતી. જો કે, તંત્રની નોટીસ બાદ અપવાદરૂપે કેટલાક વસાહતીઓએ સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કર્યુ હતું. જ્યારે અન્ય વસાહતીઓએ નોટીસ નહી ગણકારતા આખરે આજે મહાપાલિકા તંત્ર સીદસરની ૨૫ વારીયા વસાહતમાં છ જેટલા જેસીબી સહિતના સાધનો સાથે ત્રાટકી ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.


જેમાં બપોર સુધીમાં લગભગ ૧૫૦થી પણ વધુ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે. શહેર નજીકના સીદસર ગામે આવેલા ૨૫ વારીયાના વસાહતીઓ માટે જો કે, તંત્રની નોટીસો બાદ અપવાદરૂપે કેટલાક આસામીઓએ તેમણે કરેલા દબાણો સ્વૈચ્છીક રીતે દૂર કર્યા હતા. જ્યારે મોટાભાગના વસાહતીઓએ નોટીસની અવગણના કરી હોય આજે સવારથી જ મહાપાલિકા તંત્રનો કાફલો સાધન-સામગ્રી સાથે ત્રાટક્યો હતો અને ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બપોર સુધીમાં ૧૫૦થી પણ વધુ નાના-મોટા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા હોવાનું મહાપાલિકાના સુત્રોએ જણાવ્યુ હતું.


મહાપાલીકા તંત્ર દ્વારા રોડ, ગટર અને પાણી જેવી પ્રાથમીક સુવિધાઓ ઉપલબ્ધ 1 થાય તે માટેની થોડા સમય પૂર્વે ગતિવીધી હાથ ધરી હતી. જે દરમ્યાન ૨૫ 1 વારીયાના વસાહતીઓએ તેમને ફાળવવામાં આવેલા આવાસો કરતા પણ વધુ બાંધકામો કરી લીધાનું ધ્યાને આવ્યુ હતું. જેના પગલે મહાપાલિકાએ ૩૫૦થી પણ વધુ વસાહતીઓને ગેરકાયદે બાંધકામો નીયત સમયમર્યાદામાં દૂર કરવાની જાણ કરતી નોટીસો ફટકારવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application