હાઇટેક આયોજન : કરિયાવરમાં દીકરીઓને 111 વસ્તુઓ આપવામાં આવશે: 27 વસ્તુઓ સોના-ચાંદીની : સમુહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓનું લક્ષ્મી પૂજન
સ્માર્ટ સુખડીયા સમુહલગ્ન સમિતિ દ્વારા શ્રી દ્વારકાધીશ ના અધ્યક્ષ સ્થાને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી દશાશ્રીમાળી જૈન સુખડીયા સમાજ ના જાજરમાન સમુહલગ્ન એટલે કે લાડકડી ના લગ્નોત્સવ - 2024 નું આયોજન તુલસીવિવાહ ના પાવન દિવસે કરવામાં આવ્યું છે. આ જાજરમાન સમુહલગ્ન ના સ્વપ્નદ્રષ્ટા અને જૈન અગ્રણી નિતીનભાઈ માંડલિયા - ધ્રોલ વાળા અને એમની ટીમ દ્વારા સમાજની નહિ પણ પોતાની દીકરીઓને વળાવતા હોય એવા ઠાઠ માઠ થી તા.13 બુધવારે ધ્રોલ મુકામે 9 દીકરીઓ ના જાજરમાન સમૂહલગ્ન રાખવામાં આવ્યા છે.
આ સમુહલગ્ન માં દીકરીઓને 111 વસ્તુનો જાજરમાન કરિયાવર આપવામાં આવશે જેમાં 27 વસ્તુઓ સોના-યાંદી ની છે. સમુહલગ્ન નું આયોજન આયોજકો દ્વારા પોતાના સ્વદ્રવ્ય થી કરવામાં આવે છે. તેમજ સમુહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓ નું લક્ષ્મી પૂજન પણ રાખવામાં આવેલ છે.
આ ભવ્ય આયોજન ને સફળ બનાવવા જાજરમાન સમુહલગ્ન ના સ્વપ્નદ્રષ્ટા નિતીનભાઈ માંડલિયા - ધ્રોલવાળા તથા રસિકભાઈ પાનસુરીયા, હસમુખભાઈ ધંધુકિયા-રાજકોટ વાળા, વિરાભાઈ વસાણીયા ધોરાજી, વિજયભાઈ માંડલિયા - નંદુરબાર વાળા, કિશોરભાઈ પંચાસરા - વધર્િ વાળા, હસમુખભાઈ શેઠ થાનગઢ વાળા, દીપકભાઈ ઝીઝુંવાડિયા - સાવનેર વાળા, કમલેસભાઈ ચૌહાણ - પવની, ઉમેશભાઈ હળવદિયા - જામનગર, આનંદભાઈ માંડલિયા - મોરબી વાળા, દિનેશભાઈ ધંધુકિયા - જોડિયા, દિનેશભાઈ હળવદિયા - હળવદ વાળા, જીન્દતભાઈ હળવદિયા - હળવદ, મેહુલભાઈ સુખડીયા - સાણંદ, રોબનભાઈ કંદોઈ, કમલભાઈ ખિલોસીયા - ભુજ વાળા, રાજેશભાઈ ખિલોસીયા-મુંબઈ, અમિતભાઈ શેઠ - અમદાવાદ, કમલેશભાઈ શેઠ સેવમમરા વાળા - નિલેષભાઈ માંડલિયા - ધ્રોલ, અંકીતભાઈ હળવદિયા-રાજકોટ, પ્રિન્સભાઈ શેઠ - સુરેન્દ્રનગર, જીતેન્દ્રભાઈ ખિલોસીયા - હિંગના, મયુરભાઈ માંડલિયા-કેજ, સુનીલભાઈ રાણપરીયા- સુરેન્દ્રનગર, અમોલભાઈ શેઠ - મુંબઈ વાળા સૌના સહિયારા પરિશ્રમ અને સાથ સહકાર થકી આ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સંપર્ક સેતુ માટે નિતીનભાઈ માંડલિયા - ધ્રોલ (મો.9879993304)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMશા માટે લોકો મોઢામાં એલચી રાખીને ઊંઘે છે, જાણો તેના ફાયદા
November 18, 2024 05:20 PMનાણામંત્રી નિર્મલા સીતારમણે એક્સ યુઝર્સના સવાલનો આપ્યો આવો જવાબ
November 18, 2024 04:39 PMહવેથી ઉંદરો પણ ચલાવશે કાર, વૈજ્ઞાનિકોએ આપી તાલીમ!
November 18, 2024 04:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech