પાકિસ્તાન દ્વારા સરહદ પર ડ્રોન હુમલાની નાપાક હરકતો સતત વધી રહી છે, પરંતુ ભારતીય સુરક્ષા દળો તેમને મક્કમતાથી નિષ્ફળ બનાવી રહ્યા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં પાકિસ્તાનના 30 જેટલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. જેમાં જેસલમેરમાં 4, ઉત્તરલાઈમાં 2, ફલૌદીમાં સૌથી વધુ 10 અને પોખરણમાં 5 ડ્રોનનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ખાસ કરીને બાડમેરમાં હુમલાની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને દુશ્મનોના કોઈપણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech