વાંકાનેરના મહીકા ગામનો વાતની અને હાલ સુરતમાં રહી મેડિકલ લાઈનના વ્યવસાય સાથે સંકળાયેલા ઈલ્મુદીન હબીબભાઇ બાદી નામના યુવકે ગઈકાલે મોરબી એસ.પી.ઓફિસ પાસે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકનો આક્ષેપ છે કે, તન વર્ષ પહેલા ધંધા માટે વાંકાનેરના તલાટી કાદરીબાપુ અને નિવૃત આર્મીમેન પ્રહલાદસિંહ ચુડાસમા પાસેથી મિલકત ગીરવે મૂકી ૩૦ લાખ વ્યાજે લીધા હતા જેનું દર મહિને ૧.૫૦ લાખ વ્યાજ ચુકવતો હતો કોરોના બાદ પૈસામાં પહોંચી ના શકતા બને શખ્સો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હતા અને મિલકત અને કાર પડાવી લીધી હતી. આ બાબતની ફરિયાદ પણ કરવામાં આવતા બને સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી એમ છતાં બને શખ્સો પૈસાની માગણી કરી પરિવારને મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળી પગલું ભયુ હોવાનું જણાવ્યું હતું.
અગાઉ ભોગ બનનાર ઈલ્મુદીન હબીબભાઇ બાદી (ઉ.વ.૪૦)નામના યુવકે વાંકાનેરના કાદરીબાપુ અને નિવૃત આર્મીમેન પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (રહે. અમદાવાદ) સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને આરોપીઓ પાસેથી પોતાની મીલ્કત ગીરવે મુકી તેનુ લખાણ કરી આપીને તા.૧૨૧૦૨૦૨૦ નારોજથી ઉંચા વ્યાજે પીયા ૩૦,૦૦,૦૦૦ લીધા હતા અને જેનુ માસિક પાંચ ટકા લેખે વ્યાજ આપવાનું હતું જેથી માસીક પીયા ૧,૫૦,૦૦૦ વ્યાજ પેટે ચુકવવાનુ નકકી કરેલ હતું અને આજદીન સુધીમા ફરીયાદીની માલીકીની જમીન તેમજ ફરીયાદીની માલીકીની ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ ન.ં જીજે ૧ કેવાય ૦૩૦૨ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ પિયા થાય છે તે વ્યાજ પેટે આરોપી પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમાએ બળજબરીથી લઇ લીધેલ છે અને ફરીયાદીને અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવા માટે અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે આટલું જ નહીં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ કાદરી બાપુની ઓફીસે બોલાવીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને અગાઉ આરોપીએ બળજબરીથી મીલ્કત પડાવી લીધી હતી જેથી બંને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨(એ), ૪૨(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શ કરી હતી અને હાલમાં આગુનામાં પોલીસે પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (૫૦) રહે. બોડકદેવ અમદાવાદ અને એઝાઝહત્પસેન મહામદઇકબાલભાઇ કાદરી જાતે સૈયદ (૫૦) રહે. લમીપરા વાળાની ધરપરડ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત બેલડીના ત્રાસથી યુવકે આપઘાતનો પ્રયાસ કરતા મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech