સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ, સવારના 4 વાગ્યાથી ભાવિકોની લાઈન, ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું

  • February 26, 2025 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે.  મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિરમાં સવારના 4 વાગ્યાથી ભક્તો મોટી સંખ્યમાં ઉમટી પડ્યા છે. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભાવિકોએ લાઈન લગાવી દીધી છે. હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. 


સોમનાથમાં સવારે 4 વાગ્યાથી દર્શન શરુ
સોમનાથ મંદિરમાં સવારે 4 વાગ્યાથી દર્શન શરૂ થયા છે. મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્રકિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે એ માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિર કાર્યક્રમ 

  • દર્શન પ્રારંભ સવારે ૪-૦૦ કલાકે
  • પ્રાતઃમહાપૂજા પ્રારંભ ૬-૦૦ કલાકે
  • પ્રાતઃઆરતી ૭-૦૦ કલાકે
  • લઘુરૂદ્ર યાગ સવારે ૦૭:૩૦ થી (મંદિર યજ્ઞશાળામાં)
  • શ્રી પાર્થેશ્વર પૂજન સવારે ૦૮:૦૦ કલાકે, (મારૂતિ બીચ)
  • નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે ૮-૩૦કલાકે
  • શ્રી સોમનાથ મહાદેવ પાલખી યાત્રા સવારે ૦૯:૦૦ કલાકે
  • શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ સવારે ૦૯-૦૦ થી ૧૦-૦૦ કલાકે
  • શ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા ૧૦-૦૦ થી ૧૧-૦૦ શ્રી સોમનાથ મંદિર પરીસર
  • મધ્યાન્હ મહાપૂજા ૧૧-૦૦ કલાકે
  • મધ્યાન્હ આરતી બપોરે ૧૨-૦૦ કલાકે
  • મહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે ૦૧-૩૦ થી ૦૨-૩૦ શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહ
  • મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે ૦૩-૦૦ થી ૦૬-૩૦ યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિર
  • શ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે ૪-૦૦ થી ૮-૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)
  • સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સાંજ ૬-૦૦ થી ૬-૪૫ શ્રી સોમનાથ મંદિર પરીસર
  • સાયં આરતી સાંજે ૭-૦૦ કલાકે
  • શિવરાત્રી પ્રક્ષાલ પૂજન ૮-૩૦ કલાકે
  • શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે ૮-૪૫ કલાકે
  • શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી ૯-૩૦ કલાકે
  • શિવરાત્રી જ્યોતપૂજન ૧૦-૧૫ કલાકે
  • શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ મધ્યરાત્રે ૧૧-૦૦ કલાકે
  • શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી ૧૨-૩૦ કલાકે
  • શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ ૨-૪૫ કલાકે
  • શિવરાત્રી તૃતીય પ્રહર આરતી ૩-૩૦ કલાકે
  • શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાતઃ ૪-૪૫ કલાકે
  • શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫-૩૦ કલાકે


પ્રસાદ માટે ભંડારાઓનું આયોજન
મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા અનેકવિધ ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application