ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજા રોહણ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થયો છે.આજે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા, કમિશનર ડો. ઓમપ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમ્મર, ઈન્દ્રભારતી બાપુ વગેરે દ્રારા ભવનાથ મહાદેવનું પૂજન કરાયું હતું. ત્યારબાદ સંતો, મહંતો, ધારાસભ્ય, કલેકટર, રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં મંદિર પરિસર ખાતે હર હર મહાદેવ, જય ભવનાથ, જય ગિરનારીનો નાદ ગુંજી ઉઠો હતો. ભવનાથ મંદિર ઉપરાંત તળેટી વિસ્તારમાં આવેલ અખાડાઓમાં પણ સંતો મહંતોના હસ્તે ધજા ચડાવવામાં આવી હતી. ભૈરવ દાદાને કાળા રંગની અને ભવનાથ દાદા ને કેસરી ધ્વજા ચડાવવામાં આવી હતી. પાંચ દિવસ સુધી તળેટી વિસ્તારમાં ભજન,ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાશે ,અન્ન ક્ષેત્રો ઉતારા મંડળ ધમધમશે અને હરીહરનો નાદ ગુંજી ઉઠશે.આજે પ્રથમ દિવસે બપોર સુધી ભાવીકોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે શનિવાર હોવાથી રાત્રિથી તળેટી તરફ લોકોનો પ્રવાહ વધશે. આજે મુખ્યત્વે શહેરનો ટ્રાફિક વધુ જોવા મળશે.આજે અને આવતીકાલ રવિવારે મોટી સંખ્યામાં શહેરીજનો મેળાની મજા માણશે.
ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રી મેળાનો આજથી વિધિવત પ્રારભં થયો છે આજે સવારે ભવનાથ મહાદેવ મંદિરે સંતો મહતં રાજકીય આગેવાનોએ દર્શન પૂજન કર્યા બાદ જય ભવનાથ હર હર મહાદેવ ના નાદ સાથે શાક્રોત વિધિ સાથે ભવનાથ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.ભવનાથ મંદિરના મહતં હરિગીરીબાપુ, મુકતાનદં બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહાદેવ ગીરીબાપુ, શેરનાથબાપુ, હરીહરાનદં બાપુ જયશ્રી કાનંદગીરીજી, સેલજાદેવીજી, મેંદરડા ખાખી મઢીના સુખરામદાસ બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, અન્નક્ષેત્ર અને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા, કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ, ઙે કમિશનર, પ્રાંત અધિકારી ચરણ સિંહ ગોહિલ, કોર્પેારેટર ગીતાબેન પરમાર, યોતિબેન વાછાણી, યોગીભાઈ પઢીયાર, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ભવનાથ મંદિર ઉપરાંત મંદિર ખાતે આવેલ કાળભૈરવ દાદાને પણ ધજા ચડાવવામાં આવી હતી.ભવનાથ મંદિર ધ્વજા રોહણ બાદ તળેટીમાં આવેલ જુના અખાડા, પચં અિ અખાડા અને આહવાન અખાડા, ભારતી આશ્રમ ખાતે વિધિવત ધ્વજા ચડાવવામાં આવી હતી. ઉતારા અને અન્નક્ષેત્ર દ્રારા સુદર્શન તળાવ ખાતે સ્નાનવિધિ કરવામાં આવી હતી. ભવનાથના મુખ્ય અખાડાઓમાં ધ્વજારોહણ સાથે તળેટી વિસ્તારમાં આવેલ તમામ મંદિરોમાં ધજા ચડાવવામાં આવી હતી આ તકે તળેટી વિસ્તાર ભગવા રગં થી રંગાયું હતું.અન્નક્ષેત્ર અને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયાના જણાવ્યા મુજબ આજે સવારે સુદર્શન તળાવ ખાતે સ્નાન વિધિ માટે તળાવના પાણીથી ભાવનાથ મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધજા રોહણ થયા બાદ વિધિવત મેળાના પ્રારભં થતાં જ ભવનાથ વિસ્તારમાં આવેલ ૨૫૦ થી વધુ અન્ન ક્ષેત્રો અને ઉતારાઓમાં હરિહરનો નાદ ગુંજી ઉઠો હતો ભાવિકોને ભાવતા ભોજન પીરસવામાં આવી રહ્યા છે. સવારે ચા નાસ્તો બપોરે અને સાંજે ભોજન માં ભાવતા ભોજન પીરસવામાં આવશે. તળેટીમાં નાગા સાધુઓ એ પોતાનું સ્થાન ગ્રહણ કયુ છે અને કોઈ સાધુ ચા, રોટલી પુરી, દૂધ સહિતનો પ્રસાદ પોતાના હાથે પીરસશે. સાધુઓ ચિલમની ફકણી કરશે નાની વયથી લઈ મોટી જટાધારી અવસ્થામાં દર્શન આપશે. રાતથી લોકોનો પ્રવાહ તળેટી વિસ્તારમાં ઉમટશે. ગઈકાલે કલેકટર અનિલ રાણાવાસીયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ, એસપી જાડેજા સહિતના અધિકારીઓ દ્રારા ભવનાથ તળેટી અને મંદિર, વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કયુ હતું.
મેળાને લઈ ભવનાથ મંદિર સહિત તળેટી વિસ્તારમા આવેલા મંદિરોને રોશની શણગાર કરવામાં આવ્યા છે. તમામ મંદિરોમાં રંગબેરંગી રોશની થી રાત્રે અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આજે રાતથી તળેટીમાં ઉતારામાં ભજન, ભોજન ને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશે. તળેટીમાં આવેલ વિવિધ ઉતારાઓમાં લોક ડાયરા, ભજન, દુહા, છંદ, હાસ્ય રસ ઉપરાંત નામાંકિત કલાકારો દ્રારા સંગીતમય ગીતો રજૂ કરાશે
ગિરનાર નેચર સફારી પાર્ક ૨૬ ફેબ્રુ. સુધી બંધ
મહાશિવરાત્રી મેળાને લઇ જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્ક આજથી ૨૬ ફેબ્રુઆરી સુધી બધં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વન અધિકારી અક્ષય જોશીના જણાવ્યા મુજબ શિવરાત્રી મેળા દરમિયાન વન વિભાગનો તમામ સ્ટાફ બંદોબસ્ત હોવાથી મેળો શ થવાથી પૂર્ણ થયા સુધી ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે બધં રહેશે. જેથી આ દિવસો દરમિયાન એડવાન્સ ટિકિટ સ્લોટ બુકિંગ પણ બધં કરવામાં આવી છે.
ગિરનાર તળેટી ભગવા રંગે રંગાઈ
ભવનાથના મુખ્ય અખાડાઓમાં ધ્વજારોહણ સાથે તળેટી વિસ્તારમાં આવેલ તમામ મંદિરોમાં ધજા ચડાવવામાં આવી હતી આ તકે તળેટી વિસ્તાર ભગવા રગં થી રંગાયું હતું."
શિવરાત્રી મેળા દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત કરાયા
મહાશિવરાત્રી મેળા દરમિયાન વહીવટી તત્રં દ્રારા વિવિધ વિભાગના કંટ્રોલરૂમ શરૂ કર્યા છે જેમાં ડિઝાસ્ટર ૦૨૮૫ ૨૬૩૩૪૪૬–૪૭, ભવનાથ ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ૦૨૮૫–૨૬૨૨૧૪૦, ૨૬૨૧૨૫૦૬, દત્ત ચોક માહિતી કેન્દ્ર ૦૨૮૫–૨૬૧૨૫૦૮,પોલીસ વિભાગ ૦૨૮૫–૨૬૩૦૬૦૩, ફાયર ૧૦૧,૦૨૮૫ ૨૬૨૦૧૪૮, ઈમરજન્સી માટે ૧૦૮,સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી ૯૯૦૯૯૮૧૮૯૫, ટ્રાફિક ૦૨૮૫ ૨૬૫૫૮૮૦, ભવનાથ પોલીસ ૦૨૮૫–૨૬૫૩૨૭૭,૯૫૭૪૯૫૦૫૪૪ અને રેલવે કંટ્રોલરૂમ ૦૨૮૫ –૨૬૨૭૧૫૦,૯૭૨૪૦૯૭૯૨૯, એસટી કંટ્રોલરૂમ ૨૬૩૦૬૦૩ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.
વેરાવળ–ગાંધીગ્રામ–અમદાવાદ વચ્ચે આવતીકાલથી સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પિમ રેલવે દ્રારા વેરાવળ–ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે ૯:૨૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન રૂટમાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભકિતનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. અને ગાંધીગ્રામ–વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે ૧૦:૧૦ વાગ્યે ઉપડશે અને સાંજે ૫:૪૦ વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.
વહીવટી તત્રં દ્રારા આજથી સાંસ્કૃતિક કાર્યક્રમ: રવિવારે હેમતં ચૌહાણ
ભવનાથ તળેટીમાં તત્રં દ્રારા આજથી સાંસ્કૃતિક કાર્યક્રમો શ થશે. આજે રાત્રે મીનરાજ શૈક્ષણિક સંકુલ ની વિધાર્થીની દ્રારા ટિપ્પણી રાસ, અંધજન મંડળ દ્રારા ભજનીક, લોક ગાયક જયદીપભાઇ ગઢવી નરેશભાઈ દવે, મયુરભાઈ દવે નો કાર્યક્રમ યોજાશે. આવતીકાલે લોકગાયક જીતુભાઈ દાદ, સબ તક સંગીત વિધાલયના વિપુલભાઈ ત્રિવેદી, રાજુભાઈ ભટ્ટ , દર્પિત દવે, વિક્રમભાઈ લાબડીયા, રાજદાન ગઢવી અને હેમંતભાઈ ચૌહાણ નો કાર્યક્રમ. સોમવારે જિલ્લ ા કોર્ટ નો કાર્યક્રમ તથા અઘોરી મ્યુઝિક, મંગળવારે રાત્રે હાટી ક્ષત્રિય રાસ મંડળ દ્રારા ઢાલ અને તલવાર રાસ, અને રાજભા ગઢવી નો લોક ગાયક નો કાર્યક્રમ યોજાશે.
૨૫૦૦ કેવી વીજળી વપરાશનો અંદાજ
ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થયો છે. અત્યાર સુધીમાં પીજીવીસીએલ દ્રારા ૩૨ નવા હંગામી જોડાણ આપવામાં આવ્યા છે.પાંચ દિવસ દરમિયાન અંદાજિત ૨૫૦૦ કિલો વોટ વીજ માંગની જરિયાતને લઇ પીજેવીસીએલની ૩૩ ટીમ રાઉન્ડ કલોક કામગીરી કરશે અને ભવનાથ તળેટી ખાતે કાર્યરત કંટ્રોલમમાં ૧૦૦ વધુ કર્મચારીઓ ખડે પગે રહેશે. ગીરનાર તળેટીમાં ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી પ્રારભં થયો છે.તળેટીમાં આશ્રમો અને મંદિરોમાં રોશનીનો શણગાર કરવા આવ્યો છે તો લાખો ભાવિકોને ભોજન અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળ, સેવાકીય કામગીરી માટે ખડે પગે રહે છે. ઉપરાંત ચકડોળ અને દુકાનોને પણ નવા કનેકશન અપાયા છે.પીજીવીસીએલ દ્રારા વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તમામ તૈયારી પૂર્ણ કરી છે. તળેટી વિસ્તારમાં અન્ન ક્ષેત્રોને ૩૨ હંગામી નવા વીજ જોડાણ આપવામાં આવ્યા છે. ભવનાથ તળેટીમાં મુખ્યત્વે અંબાજી ફીડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેની સાથે ભવનાથ તળેટીના ૫૬ ટ્રાન્સફોર્મર જોડાયેલા છે. તે તમામનું સમારકામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત પાંચ જુના ટ્રાન્સફોર્મર બદલાવી નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે. થાંભલાને અડકવાથી શોર્ટ ન લાગે તે માટે પીવીસી પાઇપનું કવર કરવામાં આવ્યા છે. આકસ્મિક સંજોગોમાં પોર્ટ સર્જાય તો વૈકલ્પિક વીજ પુરવઠો પૂરો પાડવા રોપવે, અરવિંદ કૈલાશધામ અને દુબડી ફીડરનું પણ સમારકામ પૂર્ણ કરેલ છે. ગાંધીગ્રામ સબ ડિવિઝન પીજીવીસીએલના ઇજનેર માણાવદરિયાના જણાવ્યા મુજબ ભવનાથ ક્ષેત્રમાં સામાન્ય દિવસો દરમિયાન ૨ હજાર કેવીએની જરિયાત રહે છે.શિવરાત્રીના મેળાના પાંચ દિવસ દરમિયાન ૨૫૦૦ કિલો વોટ વીજળીના વપરાશનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.મેળાને લઈ પીજીવીસીએલની ૩૩ ટીમ રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. આ ઉપરાંત તળેટી વિસ્તારમાં વીજ ખામી ન સર્જાય તે માટે દત્ત ચોક ખાતે પીજીવીસીએલ દ્રારા શિવરાત્રી મેળાનો કંટ્રોલમ શરૂ કરવામાં આવ્યો છે.વિસ્તાર વાઈઝ ૧૦૦ કર્મચારીઓ ફરજ બજાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech