ભારત બાર જયોર્તિલીંગમાં પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પાવનકારી પર્વ મહાશિવરાત્રી અંગેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેનું સંપુર્ણ ચિત્ર ૫ માર્ચ સુધીમાં સ્પષ્ટ થાય તેવી ધારણા છે. સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ એક-બે દિવસમાં જ આવી રહ્યા છે તો ટ્રસ્ટી પ્રવિણચંદ્ર લહેરી પણ સોમનાથ આવે તેવી શકયતા છે. કથાકાર મોરારીબાપુ તેઓના નિત્ય ક્રમ મુજબ મહાશિવરાત્રી પછીના દિવસે સોમનાથ આવશે તેમ મનાય છે.
સોમનાથ દર્શન કરવા જવા માટે વાહન પાર્કીંગ સાઈટથી જયાં આ પહેલા એસટી ડેપો હતો તે સ્થળેથી દર્શન કરવા ૧૨૦ મીટર લાંબો અને ૯ મીટર પહોળો સોમનાથના ભોજનાલય પાસે જોડતો ડામરનો રોડ કાર્યાન્વીત કરી દેવાયો છે અને તેની બાજુમાં જુના પથીકાશ્રમવાળી જગ્યામાં દર્શનાર્થીઓને મંદિર પ્રવેશ કરતા પહેલા પહેલી ચેકીંગ પોસ્ટ જે લગભગ ૪૮ ફુટ લાંબી ઉંચી અને સ્ત્રી-પુરૂષોની ભીડના સમયે ત્રણ-ત્રણ લાઈન એકીસાથે ચેકીંગ એન્ટ્રીમાં કતારબંધ પસાર થઈ શકે તેવી પંખા સાથેની એન્ટ્રીગેટ કેબીનો તૈયાર થઈ ચુકી છે.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ફરી એક-બે દિવસમાં સોમનાથ શિવરાત્રી વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કરશે. તાજેતરમાં ભોજનાલયથી ખોડીયાર મંદિર સુધીના રોડ ઉપરની દુકાનોના છાપરા, દબાણયુકત ઓટલા, પગથીયા નગરપાલિકા મામલતદાર, વિજળી તંત્રને સાથે રાખી દુર કર્યા અને આ રસ્તો વાહન વ્યવહાર યાત્રીકો અવરજવર માટે કેટલો સરળ અને પહોળો બને તે માટેના અન્ય વિકલ્પો અંગે પણ નિરીક્ષણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech