રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદની મહાસમાધિ

  • March 27, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનદં મહારાજનું મંગળવારે મોડી રાત્રે અવસાન થયું છે. સ્વામી સ્મરણાનંદ, જેઓ થોડા અઠવાડિયાથી બીમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ૯૫ વર્ષની વયે તેમનું અવસાન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ '' પર રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપતાં તેમની સાથેની જૂની યાદો સાથે જોડાયેલો ફોટો શેર કર્યેા છે. મોદીએ કહ્યું કે 'અમારી વચ્ચે વર્ષેાથી ગાઢ સંબધં હતો'

પીએમ મોદીએ લખ્યું કે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આદરણીય પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરાનંદજી મહારાજે પોતાનું જીવન આધ્યાત્મિકતા અને સેવા માટે સમર્પિત કયુ. તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ પર અમીટ છાપ છોડી છે. તેમની કણા અને શાણપણ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે મારો તેમની સાથે વર્ષેાથી ખૂબ જ ગાઢ સંબધં છે. મને ૨૦૨૦ માં બેલુર મઠની મારી મુલાકાત યાદ છે યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા હત્પં કોલકાતાની હોસ્પિટલમાં પણ તેમની તબિયત પૂછવા ગયો હતો. મારી સંવેદના બેલુર મઠના અસંખ્ય ભકતો સાથે છે. ઓમ શાંતિ.
બીજી તરફ સ્વામી સ્મરણાનદં મહારાજના નિધન બાદ આરકે મિશન દ્રારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ૨૦૧૭માં રામકૃષ્ણ મિશનના ૧૬માં પ્રમુખ બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application