મહાપ્રભુજી બેઠક રસ્તો બિસ્માર તાકીદે મરામત કરવા માંગ

  • April 13, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મહાપ્રભુજીની બેઠકથી ઠેબા બાયપાસ કાલાવડ જતો રસ્તો બિલકુલગાડારોડ બની ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે. દિવસ ઉગ્યાની સાથે જ રાત્રી સુધી આ રસ્તા ઉપર ખુબ જ ટ્રાફીક જોવામળે છે. વચ્ચેના ભાગમાં આવેલી રાકિા એડયુકરે સકુલમાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને આવવા જવા માટેનો આ એકમાત્ર રસ્તો હોય અને શિક્ષકોનો ૫૦ થી વધારેનો સ્ટાફ ગાડીઓ લઇ આવ-જા કરે છે. એટલું જ નહીં આ રસ્તા પર નગર પ્રા.શાળા પણ આવેલી હોય, જેની સંખ્યા પણ ઘણી બધીછે અનેએ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોયત્યારે રસ્તાઓ સાવ ખખડધજ બની ગયેલછે અને ચોમાસામાં તો ચાલી પણ શકાતું નથી. આ રસ્તા પર સ્કુલ બસ, સ્કુલ વેન, રીક્ષા કે ટુ વ્હીલર, બાઇક આવતા જતાં ખખડધજ થઇ જાયછે. અવાર નવાર એકસીડેન્ટના બનાવો બનતા હોય છે. જામનગરથી જુનાગઢ સુધી, રાજકોટ સુધી કે કાલાવડ સુધી જવા માટે આ રસ્તાનો ઉપયોગ થતો હોય છે. આ જ રસ્તા પર સકારી બસોની પણ અવર જવર થતી હોય છે પરંતુજયાં સુધી રસ્તો ખખડધજ છે ત્યારે રસ્તાને મરામતની ખાસ જરુરિયાત ઉભી થયેલછે અથવા તો રસ્તાને મોટો કરી રીપેરીંગ માંગી લે તેમ છે એટલે યશ એજયુ. એન્ડ ચે. ટ્રસ્ટના પ્રમુખ નિધિ પી. ભટ્ટ દ્વારા સરકાર પાસે તાત્કાલીક ધોરણે આ રસ્તાનેરીપેર કરાવી ઠીક કરાવી આપવા માંગણી કરીછે. એટલું જ નહીં જો ચોમાસા પહેલાં પણ આ રસ્તાનેરીપેર કરવા માટે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો રસ્તા પર આવવું જવું બિલકુલ બંધ થઇ જશેઅને રાધિકા એડયુકેર સ્કુલ તેમજ નગરપ્રા. શાળાના વિદ્યાર્થીઓને સ્કુલે જવું મુશ્કેલ બની જાય તેમ છે. જેથી બાળકોના ભવિષ્ય સાથે સરકાર ચેડાં કરી રહીછે તેવું રસ્તાની હાલત પરથી દેખાઇ રહ્યું છે. તાત્કાલીક ધોરણે આ રસ્તાનું રીપેરીંગ શરુ કરવા યશ એજયુ. એન્ડ ચે. ટ્રસ્ટના પ્રમુખ દ્વારા કલેકટર તેમજ પી.ડબલ્યુ.ડી. કચેરી પાસે માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application