રાજકોટ શહેરમાં આ વર્ષે મહાનગરપાલિકા તત્રં દ્રારા જન્માષ્ટ્રમીની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવશે. આ માટે શહેરના તમામ ટ્રાફિક સર્કલને રોશની શણગાર કરવામાં આવશે તેમજ શિવ આરાધના, લોક ડાયરો, હસાયરો અને મટકી ફોડ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે. હાલમાં આ કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે અને આયોજનને આખરી ઓપ આપવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ મિટિંગ યોજવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આગામી જન્માષ્ટ્રમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં (૧) તા.૨૪ થી તા.૨૮ સુધી શહેરના તમામ મુખ્ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે, (૨) તા.૨૪ના રોજ હર હર મહાદેવ શિવ આરાધના કાર્યક્રમ, (૩) તા.૨૫૦૮૨૦૨૪ના રોજ લોકડાયરો અને (૪) તા.૨૬૦૮૨૦૨૪ના રોજ મટકી ફોડ સ્પર્ધા યોજાશે.
આ વિવિધ કાર્યક્રમ અને સ્પર્ધાના આયોજનના ભાગપે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મીટિંગ યોજી હતી, જેમાં વોર્ડ નં.૧૪ના કોર્પેારેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૫ના કોર્પેારેટર અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ નં.૫ના કોર્પેારેટર અને માધ્યમિક અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા, વોર્ડ નં.૫ના કોર્પેારેટર ડો. હાર્દિક ગોહેલ, વોર્ડ નં.૧૪ના તથા વોર્ડ નં.૫ના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ એન્જિનિયરશ્રીઓ, તમામ વોર્ડ ઓફિસરશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેકટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગમાં કાર્યક્રમ સ્થળ આસપાસ સફાઈ, કાર્યક્રમનો પ્રચાર–પ્રસાર, વિસ્તાર વાઈઝ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજી બહોળી સંખ્યામાં નાગરીકોને ઉપસ્થિત રહેવા આયોજન કરવા અંગે સુચના આપી હતી. કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાઈ તે અંગે સૌ સાથે મળી આયોજન કરે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા (૧) તા.૨૪૦૮૨૦૨૪ થી તા.૨૮૦૮૨૦૨૪ સુધી શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશન ઉપરાંત (૨) તા.૨૪૦૮૨૦૨૪, શનિવારના રોજ સમય રાત્રે ૦૮:૩૦ કલાકે તેજસ શીશાંગીયા–જીલ એન્ટરટેનમેન્ટ અદ્રેત પ્રસ્તુત હર હર મહાદેવ શિવ આરાધના કાર્યક્રમ, વોર્ડ નં.૫, પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે. (૩) તા.૨૫૦૮૨૦૨૪, રવિવારના રોજ સમય રાત્રે ૦૮:૩૦ કલાકે લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયા દ્રારા પ્રસ્તુત લોકડાયરો વોર્ડ નં.૧૪, શ્રી પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે તેમજ (૪) તા.૨૬૦૮૨૦૨૪, સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં મટકી ફોડ સ્પર્ધા યોજાશે.
તા.૨૬–૮–૨૦૨૪, સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં આયોજિત મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧ થી ૫ વિજેતાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રોકડ પુરષ્કાર આપવામાં આવશે. મટકી ફોડ સ્પર્ધા માટે તા.૨૧–૮–૨૦૨૪ થી ૨૩–૮–૨૦૨૪ સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન ... પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસ તેમજ સાંસ્કૃતીક વિભાગ, સેન્ટ્રલ ઝોન ખાતે વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિગતો ભરેલ ફોર્મ વોર્ડ ઓફીસ ખાતે પરત કરવાનું રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech