હરિગિરિ, પ્રેમગિરિ સામે મહંતના કૌટુંબિક ભત્રીજાની ફરિયાદ

  • November 30, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં અંબાજી મંદિરના મહતં મોટા પીર બાવા બ્રહ્મલીન થયા બાદ હરી ગીરી બાપુ દ્રારા ગેરલાભ લઈ સમાધી અને ધૂળલોટ વિધિ વખતે ગેર કાયદેસર  પ્રવેશ કરી ગુ પરંપરા નું અપમાન કરી બળના જોડે પ્રેમ ગીરીને મહતં તરીકે જાહેર કરી દેતા બ્રહ્મલિન મહંતના વારસદારો દ્રારા ભવનાથ મંદિરના મહતં હરિ ગીરી બાપુ અને પ્રેમગીરી સામે એ ડિવિઝનમાં મંદિરનો કબજો લેવાના ઇરાદે પ્રવેશ કરી ચાદર વિધિ કરાવ્યા અંગે ના બનાવવામાં તનશુખગીરી બાપુના કૌટુંબિક દીકરા અને વારસદારે એ ડિવિઝનના લેખિત અરજી દ્રારા ફરિયાદ કરતા ભવનાથ મંદિરના મહતં સામે ત્રીજી ફરિયાદ અરજી આપવામાં આવી છે.
અંબાજી મંદિરના મહતં મોટા પીરબાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદ સમાવવાનું નામ જ લેતો નથી ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ અને પ્રેમગીરી સામે વધુ એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બ્રહ્મલીન મહતં તનસુખગીરી બાપુના કૌટુંબિક દીકરા અને વારસદાર દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી દ્રારા એ ડિવિઝનમા આપેલ લેખિત ફરિયાદમાં જુના અખાડાના મહતં તરીકે ભવનાથ ક્ષેત્રના સાધુ તરીકે ના હોદા અને દશનામ જુના અખાડાના સેક્રેટરી તરીકે કાર્યરત વશં પરંપરાગત જગ્યા પર પ્રવેશ કરી ગુરુ શિષ્ય પરંપરાનું અપમાન કરી કાયદેસર મિલકત પચાવી પાડવાના ઈરાદે ચાદર વિધિ કર્યા મામલે વધુ એક ફરિયાદહરિગિરિ, પ્રેમગિરિ સામે હરી ગીરીબાપુ દ્રારા તનસુખગીરી બાપુ ના વારસદાર અને સેવક તરીકે  બાપુના નાના ભાઈ ના દીકરા દુષ્યતં ગીરી કરણગીરી અપારનાથી  હકકદાર હોઈ છતાં પણ ગુ પરંપરાનું અપમાન કરી  ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ  ભીડભંજનનો કબજો લેવાના ઇરાદે ૨૦ નવેમ્બરના ગેરકાયદેસર પ્રવેશ કર્યા અને મિલકત પચાવી પાડવાના ઇરાદે બાપુના પરિવારજનોને ગેરકાયદેસર અવરોધ અને વશં પરંપરાગત માલિકીની જગ્યા હોવા છતાં હરીગીરી બાપુ એ પોતાના પદ અને બળના જોરે પ્રેમ ગીરીને મહતં તરીકે જાહેર કરી દીધેલ બંને ભીડભંજન મંદિર ની જગ્યા ને પણ કબજો કરવાની કોશિશ કરી રહ્યા છે. બાપુની ધૂળ લોટ વિધિ વખતે પણ મળતીયાઓને સાથે રાખીને ખોટી રીતે ચાદર વિધિ કરી હતી. જેથી સનાતન ધર્મની હાની પહોંચે છે અને પ્રજાની લાગણી દુભાય છે. જે સમગ્ર બાબતે ફરીયાદ કરતા કુટુંબીજનો પર હત્પમલો કરાવે તેવી પણ હોવાનું ફરિયાદમાં ઉલ્લ ેખ કર્યેા છે. તેના પરિવારજનોના જણાવ્યા મુજબ મોટા પીર બાવા મહતં તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ટ્રસ્ટી અને વહીવટ કરતા તરીકે નાના પીર બાવા હિમાંશુ ગીરી ગુ ગણપત ગીરીબાપુ નીલકઠં મંદિર તથા અંબાજી મંદિર ને વહીવટની સતાની જવાબદારી હોય તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદમાં દર્શાવ્યા મુજબ હરી ગીરીબાપુ દ્રારા અગાઉ પણ તનસુખગીરી બાપુ પાસેથી ભવનાથ મંદિર પૈસા અને પદના જોરે પચાવી પાડેલ છે ફરિયાદ કરીએ તો કુટુંબીજનો પર હત્પમલો કરવાની પણ દહેશત હોવાનું પણ જણાવ્યું છે. હરી ગીરીબાપુ દ્રારા માલિકીની જગ્યા ન હોવા છતાં ભીડભંજન મંદિરમાં પ્રવેશ કરી ગુ શિષ્યની પરંપરા તોડી નિયમ મુજબ તેના વારસદારોને પણ પૂછપરછ કર્યા વગર ચાદર વિધિ કરી લેતા મહંતના પરિવારના દુષ્યંતગીરી અપાર નાથીએ હરી ગીરીબાપુ અને પ્રેમ ગીરી સામે એ ડિવિઝનમાં લેખિત અરજી આપી ફરિયાદ નોંધાવી હતી જેમાં ભવનાથ મંદિરના મહતં હરિહર ગીરીબાપુ તથા પ્રેમ ગીરી સામે બી એન એસ કલમ૧૨૭(૭) ૧૨૭(૮), ૧૨૮, ૧૨૯, ૩૨૩, ૩૩૧(૩) ૩૩૪(૧) ૬૧(૨), ૫૪ મુજબ ગુનો નોંધી કબજો લેવાના ઇરાદે પ્રવેશ કરવા અને ચાદર વિધિ કરવા મામલે કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપવામાં આવી છે.


મહંતપ્રકરણમાં ત્રણ ફરિયાદ થઇ
મહતં તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ એ ડિવિઝનમા  ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ અને તેની સાથે રહેલ પ્રેમગીરી સામે અલગ અલગ નામે અત્યાર સુધી ત્રણ લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

સેવક પાસે ખોટું નિવેદન અપાવ્યાનો ઉલ્લેખ
ધનસુખગીરી બાપુના ભત્રીજા દ્રારા અપાયેલ લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે હરિ ગીરી બાપુએ પ્રેમ ગીરી સાથે તેમજ અંગત મળતીયાઓને સાથે રાખી ગેરકાયદેસર રીતે ધનસુખગીરી બાપુ ના સમાધિના દિવસે કુટુંબીજનો અને તનસુખગીરી બાપુના વર્ષેાથી સેવા કરતા વિશ્વાસુ અને નાના પીર બાવા ના તમામ બાબતોના  માહિતગાર યોગેશગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી પાસે બળજબરીથી ખોટું નિવેદન અપાવ્યા અંગે પણ અરજીમાં જણાવાયું છે

ત્રણ મંદિરોમાં દાન પેટીઓ સીલ
જૂનાગઢમાં ભીડભંજન મહાદેવ મંદિર અને અંબાજી મંદિર ખાતે વહીવટદારની નિયુકિત થતા જ તત્રં એકશનમાં આવ્યું છે મામલતદાર દ્રારા ગઈકાલે અંબાજી મંદિર અને ભીડભંજન મંદિર ખાતે આવેલ દાનપેટીને સીલ કરવામાં આવી છે. તેમજ દાન પેટીને મામલતદાર સહિતની ટીમની બમાં ખોલીને નાણા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં જમા કરાશે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના નીધન બાદ અંબાજી મંદિર અને ભીડભંજન મંદિર મામલે સંતો વચ્ચે સામસામમાં વિવાદ થઈ રહ્યા છે. તત્રં દ્રારા ભીડભંજન મંદિર અને અંબાજી મંદિર તથા ગુ દત્તાત્રેય શિખરમાં વહીવટદારની નિયુકિત કરવાની જાહેરાત કરી છે.જૂનાગઢના મામલતદાર દ્રારા સંચાલન થઈ રહ્યું છે ગઈકાલે જ વહીવટદારની નિયુકિત સાથે જ મામલતદાર દ્રારા અંબાજી મંદિરે રહેલી બે દાન પેટી અને ભીડભંજન મંદિરે એક મળી ત્રણ દાન પેટીને સીલ કરવામાં આવી હતી.જવાહર રોડ પર આવેલ ભીડભંજન મહાદેવ મંદિરે તંત્રની ટીમ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં દાન પેટી યારે ખોલવાની જર પડશે ત્યારે મામલતદારને ઉપસ્થિતિમાં દાનપેટીને ખોલી ભેટ ની રકમ ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તત્રં દ્રારા આરતી, પૂજા, સંચાલક સહિતની વ્યવસ્થા ગોઠવવા જે કામગીરી કરતા હશે તેને મહેનતાણું આપવામાં આવશે. જે લોકો પૂજા સેવામાં જોડાયેલા છે તેની પણ યાદી મંગાવવામાં આવી છે. દત્ત શિખર ખાતે કોઈપણ જાતની દાન પેટી છે જ નહીં તેથી ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

દત્ત શિખરમાં વહીવટદાર તરીકે નિયુકિત સંદર્ભે પ્રશાસન ભૂલ સુધારે–મહેશગિરિ

જૂનાગઢમાં સંતો વચ્ચે થઈ રહેલા વિખવાદ વચ્ચે વધુ એક નવો વિવાદ છેડાય તેવી શકયતા જોવા મળી રહી છે. ગઈકાલે કલેકટર દ્રારા અંબાજી અને ભીડભંજન મહાદેવ મંદિર ઉપરાંત ગુ દત્તાત્રેય શિખરનો પણ વહીવટ મામલતદાર હસ્તક કરવામાં આવ્યો છે પરંતુ ગુદત્તાત્રેય શિખરનું ટ્રસ્ટ અલગ જ છે.આગામી દિવસોમાં આ મામલે ભૂલ નહીં સુધારાય તો નવો વિવાદ શ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.  ગુ દત્તાત્રેય શિખર મંદિરનું સ્વતત્રં ટ્રસ્ટ અલગ જ છે તેમાં ત્રણ ટ્રસ્ટીઓ હતા. તેમાંથી એક ટ્રસ્ટીનું નિધન થયું છે હાલ બે ટ્રસ્ટી દ્રારા ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવે છે. તેમાં મહંતપદે મહેશગીરીબાપુ છે. સરકાર દ્રારા સમગ્ર વિવાદને શાંત પાડવા ગઈકાલે મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર મામલે મહેશગીરી બાપુના જણાવ્યા મુજબ તત્રં દ્રારા જાહેર કરવામાં આવેલ બાબત વહીવટી પ્રક્રિયામાં ભૂલ થયેલી હોઈ શકે.બે મંદિર જ સરકાર હસ્તક લેવાના હતા. પરંતુ તેમાં દત્તાત્રેય મંદિરને જોડી દેતા નવો વિવાદ સર્જાશે તેથી કલેકટર આ ઓર્ડર રદ કરી સુધારો કરે તેવું પણ જણાવ્યું હતું. તત્રં નિષ્પક્ષ તપાસની વાતો કરે છે જેથી સમગ્ર  મામલે થયેલ ભૂલ સુધારવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. મંદિરો વચ્ચે થઈ રહેલા વિવાદ વચ્ચે વહીવટદારની નિયુકિતથી દત શિખર મામલે પણ જો સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં તેમાં પણ વિવાદ ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News