તા.૧૭ના કામગીરીના બહિષ્કારનું મહામંડળનું રાજય વ્યાપી એલાન

  • September 04, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂની પેન્શન યોજનામાં રાજયના તમામ કર્મચારીઓને સમાવવા તથા ફિકસ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના જુદા જુદા પ્રશ્નો અંગે સરકારમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે ગુજરાત રાય કર્મચારી મહામંડળે આગામી તારીખ ૧૭ ના રોજ રાય વ્યાપી કામગીરી બહિષ્કારના એલાન આપ્યું છે. આ દિવસે રાયભરના કર્મચારીઓ પેનડાઉન અને શટ ડાઉન કાર્યક્રમમાં જોડાશે.

મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ અને મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ આ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તારીખ ૧૭ થી આંદોલનનો પ્રારભં થશે અને તારીખ ૬ ઓકટોબરથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઝોન વાઇઝ બપોરે ૧૨ થી ૪ ધરણાના કાર્યક્રમો યોજવામાં આવશે. તારીખ ૬ ઓકટોબરના પ્રથમ દિવસે મધ્ય ઝોનમાં આવતા વડોદરા છોટા ઉદેપુર આણદં ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ અને ગાંધીનગરના કર્મચારીઓ જોડાશે. તારીખ ૧૩ ઓકટોબરના રોજ દક્ષિણ અને ઉત્તર ગુજરાત ઝોનના ડાંગ વલસાડ નવસારી સુરત તાપી ભચ નર્મદા મહેસાણા અને પાટણ જિલ્લાના કર્મચારીઓ જોડાશે. તારીખ ૨૦ ઓકટોબરના રોજ સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાત ઝોનના સુરેન્દ્રનગર રાજકોટ મોરબી ભાવનગર બોટાદ સાબરકાંઠા અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના કર્મચારીઓ ધરણા કરશે. તારીખ ૨૭ ઓકટોબરના રોજ સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતના જામનગર દેવભૂમિ દ્રારકા જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ ધરણાના કાર્યક્રમમાં જોડાશે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફીકસ પગાર પ્રથા બંધ કરવા સહિત અલગ અલગ ૧૦ માગણીઓનું એક પત્રક પણ મુખ્યમંત્રીને આવેદનપત્રની સાથે આપવામાં આવ્યું છે. મહામંડળે આવેદનપત્રની નકલો અન્ય મંત્રીઓ અને ચીફ સેક્રેટરીથી માંડી અન્ય ટોચના અધિકારીઓને પણ મોકલી છે. કર્મચારી મહામંડળના પ્રમુખ સતીષ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂની પેન્શન યોજના લાગુ કરવી

તે મુખ્ય પડતર પ્રશ્ન છે. તે ઉપરાંત ફિકસ પગાર પ્રથા મુદ્દે સરકાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન પરત ખેંચી મૂળ અસરથી નાબૂદ ક૨વી ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા મુજબ મૂળ નિમણૂકથી તમામ લાભ આપે તે પણ મહત્વની માગ છે.ઉપરાંત વર્ગ–૩ અને વર્ગ–૪માં આઉટ સોસિગ પ્રથાનું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી, ૫૦ વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુકિત આપી નિયમાનુસાર લાભ આપવા, ૧૦૨૦–૩૦ વર્ષના ઉચ્ચતર પગાર ધોરણના લાભના ઠરાવમાં રહેલી વિસંગતતા દૂર કરવા પણ માગણી કરાઇ છે. બદલી પાત્ર કર્મચારીને સંબંધિત જિલ્લામાં અને બિન બદલી પાત્ર સચિવાલય સહિતના કર્મચારીને ગાંધીનગરમાં રાહત દરના પ્લોટની ફાળવણી કરવા રજૂઆતમાં જણાવાયું છે.

તે સાથે સાતમા પગાર પંચના બાકી રહેલા લાભો આપવા, સરકારના જુદા જુદા ખાતામાં ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવી અને ૨૫ લાખ પિયા સુધીમાં સરકાર માગણી ન સ્વીકારે તો ૬થી ૨૭ ઓકટોબર સુધી રાયના વિવિધ ઝોનમાં આવતા જિલ્લાના કર્મચારીઓને સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application