જાપાનના હોક્કાઈડોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, મોટાપાયે જાનહાનીની આશંકા

  • February 26, 2023 06:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

જાપાનના હોક્કાઈડોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપની તિવ્રતાની વાત કરીએ તો 6.1ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી હતી. ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે શનીવારે આવેલા ભૂકંપના કારણે મોટી જાનહાની થયાની આશંકા સેવાઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે, તુર્કીમાં હજુ પણ ભૂકંપના આંચકાં આવી રહ્યા છે.


મળતી માહિતી પ્રમાણે જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે ભૂકંપને પગલે કોઈ સુનામી જારી કરવામાં આવી નથી. જેણે મુખ્યત્વે રાત્રે 10:27 વાગ્યે હોક્કાઇડોના પૂર્વીય ભાગમાં ખળભળાટ મચાવ્યો હતો. ઇજાઓ અથવા સંપત્તિને મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો મળ્યા નથી. પરંતુ આ ભૂકંપમાં જાનહાની થઈ હોઈ શકે છે. કુશિરોથી દૂર પ્રશાંત મહાસાગરમાં 60 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આ ભૂકંપે પૂર્વોત્તર જાપાન અને પૂર્વી જાપાન સહિત વ્યાપક ક્ષેત્રને પણ હચમચાવી નાખ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application