BREAKING NEWS

મધ્યપ્રદેશઃ જબલપુરના બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ ડૂબી: 4 ના મોત, 29 પ્રવાસીઓ હતા સવાર

  • April 30, 2026 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યટન વિભાગ દ્વારા સંચાલિત ક્રૂઝ જ્યારે પ્રવાસીઓને લઈને જઈ રહી હતી, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન અને ઉંચી લહેરોને કારણે ક્રૂઝ પરથી નિયંત્રણ ગુમાવતા તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

ઘટના અને અત્યાર સુધીની સ્થિતિ
આ ક્રૂઝમાં કુલ ૨૯ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. અત્યાર સુધીમાં ગોતાખોરોએ ચાર પર્યટકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. રેસ્ક્યૂ ટીમની સમયસૂચકતાને કારણે ૧૪ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ક્રૂઝના કેપ્ટન મહેશ પટેલ સહિત હજુ પણ અન્ય લોકો લાપતા છે, જેમના માટે યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે.


વાવાઝોડામાં સંતુલન બગડ્યું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે સાંજે આશરે ૬ વાગ્યાની આસપાસ બની હતી. ક્રૂઝ જ્યારે ડેમની વચ્ચે હતી ત્યારે અચાનક તેજ આંધ્રી ફૂંકાવા લાગી હતી. પવન એટલો પ્રચંડ હતો કે ક્રૂઝના કેપ્ટન તેને સંભાળી શક્યા ન હતા અને જોતજોતામાં જહાજ લહેરોમાં સમાઈ ગયું હતું.



વહીવટી તંત્ર ઘટનાસ્થળે
દુર્ઘટનાની જાણ થતા જ જબલપુર જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હીથી પરત ફરેલા લોકનિર્માણ મંત્રી રાકેશ સિંહ પણ એરપોર્ટથી સીધા બરગી ડેમ પર જવા રવાના થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application