કોંગ્રેસ પાર્ટીના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા દાવા કર્યા છે. તેણે કહ્યું, આ દેશમાં ચેસની રમત ચાલી રહી છે, પરંતુ ખેલાડીઓ કોણ છે તેના પર અમે નિર્ણાયક રીતે પહોંચ્યા નથી. તેના ઘણા પ્યાદા છે અમે તેમાંથી એક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેનું નામ છે માધવી પૂરી બૂચ.
પવન ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે, માધવી પુરી બૂચ સેબીના સભ્ય હતા, ત્યારબાદ તેઓ ૨ માર્ચ, ૨૦૨૨ના રોજ અધ્યક્ષ બન્યા હતા. સેબી શેરબજારની રેગ્યુલેટર છે અને તેની નિમણૂક વડાપ્રધાન તથા ગૃહમંત્રી કરે છે. પવન ખેડાએ દાવો કર્યેા હતો કે સેબી ચીફ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા. તે આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને સેબી પાસેથી એક સાથે પગાર લેતા હતા.
પવન ખેરાએ જણાવ્યું હતું કે તે ૨૦૧૭ અને ૨૦૨૪ની વચ્ચે આઈસીઆઈસીઆઈ બેંક કરોડો પિયાની નિયમિત આવક લેતા હતા અને તે જ બેંક દ્રારા ઇ–શોપ પર ટીડીએસ પણ ચૂકવવામાં આવતું હતું. આ સેબીની કલમ ૫૪નું સીધું ઉલ્લંઘન છે. તેથી જો માધવી પુરી બૂચને સહેજ પણ શરમ છે તો તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શેરબજારના નિયમનમાં સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) મહત્વની ભૂમિકા ભજવે છે, યાં આપણે બધા આપણા નાણાંનું રોકાણ કરીએ છીએ. પરંતુ સેબીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? આ કેબિનેટની નિમણૂક સમિતિ છે. જેમાં વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો સમાવેશ થાય છે, આ સમિતિના બે સભ્યો સેબીના અધ્યક્ષની નિમણૂક માટે જવાબદાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચના સંદર્ભમાં નોંધ્યું હતું કે તેમને ૨૦૧૭ અને ૨૦૨૪ વચ્ચે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ૧૬.૮ કરોડ પિયાની નિયમિત આવક પ્રા થઈ હતી. જો તે સેબીના પૂર્ણ સમયના સભ્ય છે તો આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પગાર કેમ મળી રહ્યો હતો.
પવન ખેડાએ કહ્યું કે તે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ટીડીએસ પણ લેતા હતા. તો અમે જાણવા માંગીએ છીએ કે સેબીના પૂર્ણ સમયના સભ્ય હોવા છતાં આઈસીઆઈસીઆઈ પાસેથી પગાર કેમ લઈ રહ્યા હતા? યારે સેબીના વડાની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તેના માપદડં શું છે? શું આ હકીકતો એસીસીને નિમણૂક સમયે જાહેર કરવામાં આવી હતી કે નહીં? અને જો તેઓ આવ્યા ન હોત તો તેઓ કેવી સરકાર ચલાવે છે? શું વડા પ્રધાનને ખબર હતી કે સેબીના અધ્યક્ષ ઓફીસ ઓફ પ્રોફિટમાં બેઠા છે અને સેબીના સભ્ય હોવા ઉપરાંત આઈસીઆઈસીઆઈ પાસેથી પગાર લે છે? સેબીના ચેરપર્સન વિશે ઘણી બધી હકીકતો છે, છતાં તેમનું રક્ષણ કોણ કરી રહ્યું છે? આ શતરંજના ખેલાડીઓ કોણ છે, જેમને એવો ડર પણ નથી કે કોઈ પણ સમયે ઘટસ્ફોટ થઈ શકે છે, જો તમાં નવું ભારત છે, તો આ પણ નવી કોંગ્રેસ છે, તે ઘણા બધા ઘટસ્ફોટ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech