માધાપર બ્રિજ ખુલો મુકાયા પછી લાંબા સમય પછી હવે સર્વિસ રોડ માટેના જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. સર્વિસ રોડ માટે બાજુમાં આવેલી ગાંધી સ્મૃતિ સોસાયટી ની કોમન પ્લોટની ૧,૪૨૪ ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની થાય છે અને તે માટે પિયા ૬,૨૦૦ નો ભાવ પ્રતિ ચોરસ મીટર નો નક્કી કરાયો છે. વળતર સંબંધી વર્તમાન જોગવાઈ મુજબ જે ભાવ નક્કી થાય તેના ડબલ એટલે કે પ્રતિ ચોરસ મીટર ૧૨,૪૦૦ ચૂકવવામાં આવશે.
આ અંગેનું વિધિવત જાહેરનામું હજુ બહાર પડું નથી અને એકાદ બે દિવસમાં તે જાહેર થાય તેવી શકયતા છે. આમાં લાભાર્થી તરીકે સોસાયટી છે પરંતુ આમ છતા માધાપર ચોકડીએ અત્યારે જમીનનો ભાવ પ્રતિ ચોરસ મીટર પિયા ૭૫,૦૦૦ આસપાસ ગણવામાં આવે છે. પરંતુ સરકાર દ્રારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સૌથી ઐંચા અને સૌથી નીચા ભાવે થયેલા સોદાઓ ધ્યાનમાં રાખી તેની એવરેજ કાઢી ભાવ નક્કી કરાતો હોય છે. જંત્રી ભાવ મુજબ તો અહીં માત્ર પિયા ૩૦૦૦ આસપાસ ભાવ હતો પરંતુ ૨૦૨૦ માં જંત્રી ડબલ કર્યા પછી ૬૨૦૦ નો ભાવ નક્કી થયો છે.
વળતર ની કિંમત સરકાર જે નક્કી કરે તે સામે અપીલમાં વાંધો લઈ શકાય છે. પરંતુ પ્રોજેકટ માટે જમીન સંપાદનની કામગીરી તેનાથી અટકતી નથી.
માધાપર ચોકડી એ ઓવરબ્રિજનું કામ પૂં થઈ ગયું છે અને હવે અંડર પાસ માટેનું કામ શ કરવાનું હતું પરંતુ તે હજુ શ થયું નથી. પાણી –ગેસ સહિતની પાઇપલાઇનનો શિફટીગની કામગીરી પૂરી થઈ છે. હવે કામ કયારે શ થશે તે બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કલેકટરે બોલાવ્યા છે અને આજે સાંજે મિટિંગમાં આ સંદર્ભે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech