યુવતી પાસે ઉંમર-જ્ઞાતિ અને પરિણીત હોવાનું છૂપાવી ખોટુ મેરેજ સર્ટી બનાવ્યું

  • October 05, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા શખસે યુવતી સાથે પરિચય કેળવી પોતે અપરિણીત હોવાનું કહી તેની સાથે મિત્રતા બાંધી વિશ્વાસમાં લઈ તેના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. બાદમાં આ શખસે યુવતીની કેટલાક કાગળોમાં સહી લઈ આરોપીએ પોતાની જ્ઞાતિ-ઉંમર અને અગાઉ લગ્ન થઈ ગયા હોય સહિતની હકીકતો છુપાવી ખોટું મેરેજ સર્ટી બનાવ્યું હતું. જે અંગેની જાણ યુવતીને થતા યુવતીએ આ શખસ સામે વિશ્વાસઘાત અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સાધવાણી રોડ પરના વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આંબેડકરનગર સોસાયટી શેરી નંબર 14 માં રહેતા રાજુ ધનજીભાઈ વરણનું નામ આપ્યું છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અગાઉ ગુરુપ્રસાદ ચોક પાસે બ્યુટી પાર્લરનું કામ શીખવા જતી હતી તે સમયે અહીં બાજુમાં આરવી ટેલિકોમ મોબાઇલ રીપેરીંગ નામની દુકાન ધરાવતા આરોપી રાજુ સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત થતી હતી આરોપી તેને મળવા પણ આવતો હતો આ સમયે યુવતીએ તેની ઉંમર પૂછતા તેણે પોતાની ઉમર 26 જણાવ્યું હતું અને આધારકાર્ડ પણ મોકલ્યું હતું. બાદમાં એક દિવસ યુવતી આ શખસ સાથે ક્રિસ્ટલ મોલ પાસે મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યારે અહીં રાજુની પત્ની હર્ષિદા આવી હતી અને કહેવા લાગી હતી કે આ મારો ભાયડો છે મેં તેની સાથે ચાર વર્ષ પહેલાં લગ્ન કયર્િ છે અને ઝઘડો કરવા લાગી હતી જેથી તે સમયે આરોપી યુવતીને કહ્યું હતું કે, તું અહીંથી અત્યારે જતી રહે. બાદમાં યુવતી આ બાબતે પૂછતા આરોપીએ તેને કહ્યું હતું કે આ હર્ષિદા મારી પ્રોપર્ટી માટે ચાર વર્ષથી પાછળ પડી છે. જેથી યુવતીએ આરોપીની આ વાત પર વિશ્વાસ કરી લીધો હતો.

થોડા દિવસ બાદ આરોપીએ યુવતીને ફોનમાં કહ્યું હતું કે, તારા ડોક્યુમેન્ટ આપ જેથી યુવતીએ પોતાના ડોક્યુમેન્ટ મોકલ્યા હતા ત્યારબાદ યુનિવર્સિટી રોડ પર પેટ્રોલ પંપ પાસે આરોપી બ્રેઝા કાર લઈને આવ્યો હોય યુવતીને તેમાં બેસાડી કેટલાક કાગળોમાં સહી કરવાનું કહ્યું હતું જેથી યુવતીએ પૂછતા તેણે કહ્યું હતું કે, તું સહી કરી આપ પછી તને સમજાવું ત્યારબાદ તે હોસ્પિટલ ચોક તરફ એક વકીલની ઓફિસે લઈ ગયો હતો જ્યાં બે વકીલ તથા એક અજાણી વ્યક્તિ હાજર હોય ત્યારે બંને ફૂલહારવાળા ફોટા પાડી અજાણી વ્યક્તિ તથા આરોપી અને યુવતીએ સહી કરી હતી .બાદમાં રાજુએ યુવતી ને કહ્યું હતું કે હું તારી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરીશ.
ત્યારબાદ તારીખ 3/9/2024 રાજુએ ફોન કરી કહ્યું હતું કે, તારું બેન્ક એકાઉન્ટ ખોલાવવું છે જેથી તારા ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવ જેથી યુવતી અહીં ગઈ હતી બાદમાં રાજુ તેને ફરવા માટે મુંબઈ ત્યાંથી રાજસ્થાન, ઉદયપુર, હરિદ્વાર, ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ગોકુલ મથુરા, વૃંદાવન આગ્રા લઇ ગયો હતો. હરિદ્વારમાં પૂજારી પાસે પૂજા કરાવતી વેળાએ પુજારીને પોતાની જ્ઞાતિ મારવાડી હોવાનું બાદમાં વણકર છે તેમ કહ્યું હતું. આ દરમિયાન રાજુએ યુવતીને કહ્યું હતું કે, તારા પપ્પાએ ગુમની ફરિયાદ કરી છે જેથી યુવતીએ કહ્યું હતું કે આપણે પરત જતા રહીએ. ત્યારબાદ 19/9/2024 ના અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી રાજકોટ ખાતે ક્રાઈમ બ્રાન્ચમાં વકીલ સાથે હાજર થતા અહીં રાજુએ વકીલ મારફત મેરેજ સર્ટી. રજૂ કર્યું હતું. જેમાં રાજુની ઉંમર 34 વર્ષ હોવાનું જણાયું હતું જે મેરી સર્ટી. ધોરાજીના ભાદાજાળીયા ગ્રામ પંચાયતનું હોય યુવતી અહીં ગઈ ન હતી જેથી લગ્નસરથી ખોટું હોવાની શંકા જતા તેણે આ બાબતે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. ત્યારબાદ આ મેરેજ સર્ટી ખોટું હોવાનું સ્પષ્ટ થતા અંતે યુવતીએ આરોપીએ તેની ઉંમર તેની જ્ઞાતિ અને ખોટું મરી સર્ટી. બનાવી તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોવા અંગે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application