એક કાર્યક્રમ સ્થળે કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા પણ જોડાયા : વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ દ્વારા સામાજિક ઉતરદાયિત્વના ભાગરુપે સેવાકીય કાર્ય કરાયું: પૂનમબેન માડમ
જામનગર અને દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓની પ્રાથમિક અને માદયમિક શાળાઓ માટે વોટર પ્યોરીફાયર સાથે ના વોટર કુલરના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા જે માટે વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા.લિ. દ્વારા સાંસદ પૂનમબેનની પ્રેરણાથી સામાજિક ઉતરદાયિત્વના ભાગરુપે સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું.
ભારતના વિશેષ ઉજ્જવળ ભાવિ સમાન શાળાના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનયજ્ઞને આગળ ધપાવવાની સાથે સાથે પીવાના શુધ્ધ અને ઠંડા પાણીની સુવિધાઓ મહત્વ ધરાવે છે ત્યારે વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા. લિ. દ્વારા સામાજિક ફરજના ભાગરુપે, જામનગર સંસદીય વિસ્તારની વિવિધ રર૬ શાળાઓમાં વોટર પ્યોરિફાયર સાથેના વોટર કૂલર ભેંટ આપવાનું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતું.
આ સેવાયજ્ઞ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૨ શાળાઓમાં વોટર કુલર સાધન સહાયનુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક ખંભાળીયાના નગરપાલીકાના ટાઉનહોલ ખાતેથી ૧૨-જામનગર લોકસભા વિસ્તારના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે તા. ર૭ ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા ખાતેના આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, વિસ્ટા કન્સોલ્સ કંપની નોયડાના ડે. મેનેજર અમિત યાદવ, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પ્રમુખો, જિલ્લા/તાલુકા પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ તેમજ વિવિધ સમાજ અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તથા શાળાના આચાર્યઓ, દેવભૂમિ શિક્ષણ પરિવાર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત તા. ર૮ ના જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે જામનગર અને મોરબી જીલ્લાની ૧૨૪ શાળાઓ માટે વોટર પ્યોરીફાયર સાથેના વોટર કુલરના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, વિસ્ટા કન્સોલ્સ કંપની નોયડાના ડે. મેનેજર અમિત યાદવ, ભાજપ જિલ્લા પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી અને શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકનાણી અને પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા પંચાયત પૂર્વપ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન મુકુદભાઈ સભાયા, જિલ્લા સહકારી બંક ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ મેયરો હસમુખભાઈ જેઠવા અને દિનેશભાઇ પટેલ, દંડક કેતનભાઈ નાખવા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કંજારીયા, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારઓ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ અને તમામ લાભાર્થી શાળાના આચાર્યો, નગરજનો અને બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સૌનો સાથ - સૌનો વિકાસના ધ્યેયને સાર્થક કરવાની સાથે સ્વસ્થ ભારતના નિર્માણ અર્થે સામાજીક ઉતરદાયિત્વ અંતર્ગત વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે જહેમત ઉઠાવનાર વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા. લિ. નો આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યક્ત કરી વોટર કુલરની ભેંટ મેળવનાર શાળા સંકુલો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલની ઉનાળાની અસહ્ય ગરમીના દિવસો સહિત સમગ્ર વર્ષ માટે શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ સૌને શુધ્ધ અને ઠંડા પીવાના પાણીની આ સુવિધા રાહતરુપ બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઇ છે.