મોદી સરકારના નવ વર્ષની ઉપલબ્ધીઓ સંબંધે વેપારીઓને મળતા ધારાસભ્ય

  • July 14, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણીને હજુ સમય છે, આમ છતાં સતાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત અત્યારથી જ તેજ બનાવવામાં આવી છે, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ હાલમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ લોકોને સમજાવી રહ્યા છે અને નવ વર્ષમાં શું-શું પરીવર્તન આવ્યા તેની વાતચીત કરી રહ્યા છે, ગઇકાલે સાંજે શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી ગ્રેઇન માર્કેટ ખાતે પહોંચ્યા હતાં અને વેપારીઓ સાથે મુલાકાત કરી નરેન્દ્ર મોદી સરકારની નવ વર્ષની ઉપલબ્ધીઓ અંગે માહિતગાર કર્યા હતાં, આ તકે હરીભાઇ રોહેરા, દિનેશભાઇ તન્ના, મનીષભાઇ રોહેરા, મીહીરભાઇ ભદ્રા, હરેશભાઇ ગનવાણી, મયુરભાઇ જેસાણી, ભરતભાઇ કતીરા, કૌશલભાઇ નંદા, કેતનભાઇ દોશી, મુકેશભાઇ જેસાણી અને ભરતભાઇ દેવાણી વગેરે ઉપસ્થિત રહયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application