મહાનગરપાલિકાના વોર્ડ ૧૪ માં સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખીને પ્રજાની વચ્ચે ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના 'જનતાની સેવા માટે જનતા ના દરવાજે' શીર્ષક હેઠળ નો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે, અને જુદા જુદા વોર્ડમાં લોકોની વચ્ચે જઈને તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર ૧૪માં તેઓ પ્રજાની વચ્ચે ઉપસ્થિત થયા હતા, અને ત્યાંની જતાના પ્રશ્નોને સાંભળીને તેઓને વાચા આપવા માટેના પ્રયાસ કર્યા છે.
વોર્ડ નંબર ૧૪માં સ્થાનિક કોર્પોરેટર મનીષભાઈ કટારીયા ની ઓફિસમાં સવારે ૯.૩૦ વાગ્યા થી ૧૨.૩૦ વાગ્યા સુધી જનતા દરબાર યોજવામાં આવ્યો હતો, આ વેળાએ તેઓની સાથે વોર્ડ નંબર ૧૪ ના સ્થાનિક કોર્પોરેટર મનીષભાઈ કટારીયા, જીતેશભાઈ શિંગાળા, શારદાબેન વિંઝુડા, અને લીલાબેન ભદ્રા વગેરે જોડાયા હતા. ઉપરાંત વોર્ડ પ્રમુખ નાનજીભાઈ નાખવા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ગજરા અને સુરેશભાઈ આલરીયા, ઉપરાંત વોર્ડના મહામંત્રી ભાવેશભાઈ વશિયર, અને મોહનભાઈ ગઢવી, તેમજ અન્ય કાર્યકર્તાઓની ટીમ પણ સાથે રહી હતી.
ઉપરોક્ત વિસ્તારના નાગરિકોએ હાજર રહી ને પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ સાથે જોડાયેલા સ્થાનિક કોર્પોરેટરોએ તમામ મુદ્દાની નોંધ લીધી હતી.
આ વોર્ડમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગવંતુ બનાવાયું
વોર્ડ નાં ૧૪માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી જનતાની સેવામાં જનતાની વચ્ચે ઉપસ્થિત રહીને તેઓએ લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાનના સંદેશો આપ્યા છે, તે સંદેશા ને સાકાર કરવા માટે ધારાસભ્ય દ્વારા સર્વે જનતાને પ્લાસ્ટિકની ઉપયોગ નહીં કરવા જણાવીને ઉપસ્થિત તમામ નાગરિકોને કાપડની બેગ નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech