શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા શખસે આજ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને લલચાવી લગ્ન કરવાનું કહી તેની સાથે બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ભગાડી વેરાવળ તરફ લઈ ગયો હતો.આ અંગે સગીરાની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
દુષ્કમર્નિા આ બનાવની જાણવા મળતી વિગતો 41 વર્ષીય મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરા નદીના કાંઠે રહેતા વિકી રામભાઈ દેવીપુજકનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. પતિ પત્ની બંને મજૂરી કામ કરે છે.
ગત તારીખ 24/1 ના તે તથા તેમના પતિ બંને બજારમાં કપડાની ખરીદી કરવા માટે ગયા હતા. દરમિયાન તેમની મોટી દીકરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે નાની બહેન સાંજના છ વાગ્યાથી ઘરેથી ક્યાંક જતી રહી છે અને હજુ સુધી આવી નથી. જેથી પતિ પત્ની બંને ઘરે પહોંચ્યા હતા બાદમાં દીકરીની તપાસ કરી હતી અને સગા સંબંધીઓમાં પણ પૂછતાછ કરી હતી પરંતુ દીકરીનો કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 25/1 ના રાત્રીના આશરે સાતેક વાગ્યે દીકરી પોતાની રીતે ઘરે આવી ગઈ હતી.દીકરીને પૂછતા તેણે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.
દીકરીએ જણાવ્યું હતું કે, તેને બાજુની શેરીમાં રહેતા વિકી સાથે પ્રેમ સંબંધ હોય બે દિવસ પૂર્વે વિકી ઘરે આવ્યો હતો અને ઘરની પાછળ આવેલા વંડામાં લઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે મારે તારી સાથે લગ્ન કરવા છે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે તેમ કહી કિસ કરવા લાગ્યો હતો અને હાથ ફેરવવા લાગ્યો હતો. આમ કરવાની ના કહેતા તેણે બળજબરી કરી હતી અને તે દિવસે બળજબરીથી બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
બાદમાં વિકીએ કહ્યું હતું કે, તું મારી સાથે ચાલ આપણે મારા દાદીના ઘરે જવું છે જેથી સગીરાએ કહ્યું હતું કે, મારા ઘરે ખબર પડી જશે તો વિકી કહેવા લાગ્યો હતો કે જો તું મારી સાથે નહીં આવે તો હું ગળાફાંસો ખાય મરી જઈશ. બાદમાં બંને રેલ્વે સ્ટેશન ગયા હતા અને ટ્રેનમાં બેસી વેરાવળ બાજુ જતી ટ્રેનમાં ગયા હતા જ્યાં વેરાવળ નજીકના એક ગામ પાસે ઉતયર્િ હતા. સગીરાને અહીં ગામ બહાર ઉભી રાખી વિકી ગામમાં ગયો હતો અને થોડીવાર બાદ પરત આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે પાછા રાજકોટ જતા રહીએ બાદમાં બંને રાજકોટ આવી ગયા હતા અને વિકી અહીં શેરીમાં સગીરાને મૂકી જતો રહ્યો હતો.સગીરાએ એવું પણ કહ્યું હતું કે, વીકી અગાઉ પણ તેની સાથે ઝઘડો કરેલ હોય જેથી તે તેનાથી ડરતી હોવાથી તેણે જે તે સમયે પોલીસને જાણ કરી ન હતી.દીકરીની આ આપવીતી સાંભળ્યા બાદ આ અંગે તેની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિકી રામભાઈ દેવીપુજક સામે અપહરણ,દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ આર.જી. બારોટ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMટેમ્પોએ મોટરસાયકલને ઠોકર મારતા જામનગરના બે યુવાનના મૃત્યુ
May 14, 2025 01:16 PMજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech