પ્રેમીને સાપનો દંશ આપીને મારી નાખ્યો, બીજા પ્રેમી સાથે ભાગી ગઈ

  • July 21, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ નજરે તે હત્યા નહીં પણ સામાન્ય મોત જ લાગે તેવુ કાવતરું



ઉત્તરાખંડમાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમીની હત્યાનું પ્લાનિંગ એવી રીતે કર્યું કે પોલીસને પણ પ્રથમ નજરે તે હત્યા નહીં પણ સામાન્ય મોત જ લાગી. મળતી જાણકારી મુજબ, 15 જુલાઈએ હલ્દ્વાની પોલીસને 32 વર્ષીય અંકિત ચૌહાણ નામના વ્યક્તિની એક કારની અંદરથી લાશ મળી આવી હતી. ઘટના સ્થળે પહોચેલી પોલીસને પહેલા તો એવુ લાગ્યુ કે, શ્વાસ રુંધાઈ જતા અંકિત ચૌહાણનું મોત થયુ છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી.


જેમ જેમ તપાસ શરૂ થઈ અને તપાસમાં જેમ જેમ તથ્ય સામે આવતા ગયા તેમ તેમ પોલીસ પણ ચોંકતી ગઈ. તપાસની અંતમાં પોલીસને જાણ થઈ કે, અંક્તિ ચૌહાણની હત્યા તેની પ્રેમીકા દ્વારા કાવતરા પૂર્વક કરવામાં આવી છે.



રામપુર રોડ સ્થિત રામબાગ કૉલોનીમાં રહેતા અંકિત ચૌહાણનો મૃતદેહ તીનપાની રેલવે ક્રોસિંગ પાસે તેની કારની પાછળની સીટમાં મળ્યો હતો. પોલીસને જ્યારે સમગ્ર ઘટનાની જાણકારી મળી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે કારમાંથી કાર્બન મોનોઓક્સાઈડ નીકળી રહ્યો હતો, જેથી પોલીસને શક થયો કે, અંકિતની મોત આ કારણે જ થઈ છે. જો કે, પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યુ કે, અંકિતના બંને પગમાં સાપ કરડ્યો હતો, જેને કારણે તેનું મોત થયુ છે.



સાપ કરડવાને કારણે અંકિતનું મોત થયુ છે. તેની જાણકારી મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને જે વિસ્તારમાંથી તેની કાર મળી આવી હતી, તે વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV અને કોલ ડિટેઈલ ચેક કર્યા હતા. કૉલ ડિટેઈનમાં પોલીસને માહી નામના યુવતીના ફોન કોલ મળી આવ્યા હતા. માહીની તપાસ કરતા જાણવા મળ્યુ કે, અંકિત અને માહી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન અંકિતનની બહેન ઈશાએ માહી અને તેના મિત્ર દીપ કાંડપાલ પર અંકિતની હત્યાની ફરિયાદ હલદ્વાની પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.



ફરિયાદના આધારે પોલીસે માહીની કૉલ ડિટેઈલની તપાસ કરી હતી. જેમાં પોલીસને રમેશ નાથ જે મદારી છે, તેનો નંબર મળી આવ્યો હતો. પોલીસે રમેશ નાથની પૂછપરછ શરૂ કરી હતી. રમેશ નાથે પોલીસને જણાવ્યુ હતુ કે, માહીએ તેનો સંપર્ક કર્યો હતો અને તેને અંકિત ચૌહાણને મારવા માટે મારી મદદ માંગી હતી અને સર્પદંશ માટે મને 10 હજાર રૂપિયા આપ્યા હતા.



માહીએ પ્રેમી અંકિતને સાપના ડંખ આપીને મારવા માટે મને 10 હજાર રૂપિયા આપ્યા હતા. રમેશ નાથે દાવો કર્યો હતો કે, તેને માહીએ જણાવ્યુ હતુ કે, તે અંક્તિથી હવે કંટાળી ગઈ છે. અંક્તિ વારંવાર તેના જીવનમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે. તેથી તે છૂટકારો મેળવવા અંક્તિની હત્યા કરવા માંગતી હતી. સર્પદંશ આપીને અંક્તિની હત્યા કરનાર માહી સહિતના આરોપી હાલ નેપાળ ભાગી ગયા છે. નૈનીતાલ SSP પંકજ ભટ્ટે જણાવ્યુ હતુ કે, આરોપીઓની શોધખોળ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application