બગસરા તાલુકાના લુધીયા ગામે ૨૬ લાખના ખર્ચે બની રહેલા પીએચસી સબ સેન્ટરના કામમાં લોટ પાણીને લાકડાં હોવાથી નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો આક્ષેપ સ્થાનિક જાગૃત નાગરિક દ્રારા કરવામાં આવ્યો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઇ તપાસ કરવામાં આવતી નથી. આ જોતા તંત્રની પણ લાલીયાવાડી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. પીએચસી સબ સેન્ટરનું કામ રાજકોટની કન્ટ્રકશન અજન્સી જે કે ઇન્ફ્રાસ્ટ્રકચર દ્રારા કરવામાં આવી રહ્યું છે. કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે. જેમાં સિમેન્ટ પણ જામી ગયેલી વાપરવામાં આવે છે. અને જે સ્લેબમાં નાખવામાં આવતા લોખડં પણ હાથથી ખેંચીને નીકળી જાય અને સાંધામાં પણ નબળી ગુણવત્તાનો માલ વાપરી સાંધા બુરવામાં આવે છે. યારે સીડીની નીચે એટલો મોટો ગેપ છે કે આ ગેપ ભરવા સિમેન્ટની કોથળીઓના ડૂચા ભરાવી તેમાં માલ નાખી આ ગેપ ભરવામાં આવે છે. આટલી હદે નબળી કામગીરીથી અહીંના એક સ્થાનિક જાગૃત નાગરિક દ્રારા અનેક વખત રજુવાતો કરી પરંતુ ખાતાકીય રીતે તેમને કોઇ જવાબ મળતો નથી.
આ બાબતે કાર્યપાલક ઈજનેર જૂનાગઢ ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે અમો જે કામ કરીએ છીએ તે કામ સારી રીતે જ કરીએ છીએ. યારે આ કામ છેલ્લ ા છ મહિનાથી ચાલી રહેલ છે. અને આ કામખુબ સાં મટીરીયલ વાપરીને ગુણવત્તાવાળું કામ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં અહીંનું કામ કયાંક તેમના કહેવા કરતા કયાંક વિધ્ધ છે. યારે આ બાબતે આસિસ્ટન્ટ એન્જિનિયર અમરેલીને વાત કરતા તેમણે જણાવ્યું કે અમો રેગ્યુલર વિઝીટ કરીએ છીએ યારે નબળું કામ ચાલતું હોય તે કામને અમે લોકોએ એકથી બે વખત ખરાબ કામ હોવાથી તોડી પણ પાડવામાં આવ્યું હતું.અને કોન્ટ્રાકટરને કડક શબ્દોમાં પણ સૂચના આપવામાં આવી હતી કે હવે પછી નબળું કામ ન થવું જોઈએ પરંતુ કોન્ટ્રાકટર દ્રારા પોતાની મનમાની ચલાવી હાલમાં જે અહીંયા કામ કરવામાં આવે છે તેના કામમાં કોઈ ભલીવાર જ નથી તેવું લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech