ખનિજ બિલ્ડિંગ મટિરિયલ્સની હેરાફેરી માટે બેખૌફ બનીને દોડતા હજારો ડમ્પરોના કારણે સરકારની તિજોરીને પણ કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. આ બધુ અટકાવવાની મુખ્ય જવાબદારી માની શકાય એવા પોલીસ, ખાણ ખનિજ વિભાગ, આરટીઓ તંત્ર, કલેકટર તત્રં દ્રારા કેમ કોઈ ઠોંસે કે કડક કાર્યવાહી થતી નથી? શું બધાના આંગળાઓ ડમ્પરોની કાળી કમાણીમાં જબોડાયેલા છે? જો હાખોરી કે આવું કાંઈ ન હોય તો ગેરકાયદે દોડતા ડમ્પરો પર એકસાથે તંત્રો તૂટી પડે તો થશે. ખાણ ખનિજ ચોરી અટકશે, કરોડોના રસ્તાઓ તૂટતા બચશે સરકારની તિજોરીને હાલ પડતો બેવડો માર અટકશે.
સરકાર દ્રારા છેવાડાના માનવી અને અંતરિયાળ ગામ સુધી પણ પાકી સડકો, ડામર કે સિમેન્ટના માર્ગ મળે તે માટે કરોડો રૂપિયાના માર્ગેાના નિર્માણ માટે જન સુવિધા અર્થે ખર્ચ કરવામાં આવે છે. માર્ગેાની પરિવહન ક્ષમતા મુજબ સ્ટ્રકચર, મજબુતી સાથે મકાગર્ો તૈયાર થાય છે. જો કે, ડમ્પરો કે આવા વાહનો તો કદાચ નિયમ મુજબ કે ડમ્પરની ઠાઠાની ક્ષમતા મુજબ ટનમાં રેતી, કપચી કે આવું કોઈ મટિરિયલ્સ જવલ્લ ે જ ભરતા હશે કારણ કે, આવક ભાડુ પણ ટનના હિસાબે વસૂલાતું હોય.
ઓવરલોડ ભરે અને રેતી, કપચી વજન વધારવા પારીથી તરબતર કરાયેલી હોય માટે ઉભા રસ્તે પાણીના રેલા થતાં હોય છે. ઓવરલોડ વજન અને રસ્તા પર પાણી પડે જેથી ડામર કે સિમેન્ટના તૂટવા લાગે છે. ડામર પાણીના કારણે ધોવાય અને સિમેન્ટ તૂટતા નીચે લોખંડના સ્ટ્રકચરમાં જંગ, કાટ લાગવા લાગે એટલે સળિયા પણ યમદૂત માફક બહાર ઉપસી આવે. રસ્તાઓ તૂટવાથી સરકારને તો એ રસ્તાઓ, પણ રિપેરિંગમાં પાછા નાણા ખર્ચવા, અથવા તો એ માર્ગેા ફરી સમયાંતરે નવા બનાવવા માટે કરોડોનું આંધણ થતું રહેતું હશે.
જે રીતે રોજિંદા અસંખ્ય ડમ્પરોમાં રેતી, કપચી, ભૂકી આવું બિલ્ડિંગ મટિરિયલ ભરાઈને નીકળે છે આ મટિરિયલ્સ આમતો જમીનમાંથી નીકળતું કે બનતું જ મટિરિયલ્સ છે. નદીઓ, ડેમ કે આવા સ્થળોએ કયાંક કયાંક લીઝ મેલવાય છે. લીઝમાં પણ અર્ધેા કે એકાદ કિલોમીટર કે એવા અંતરના એરિયામાં ઓન પેપર લીઝ મેળવી લીઝના નામે બે, પાંચ કિલોમીટર કે તેથી વધુ અંતર સુધી ખોદાણ કરી નાખીને કરોડો રૂપિયાની ખનિજ ચોરી પણ કરવામાં આવે છે. આ બધુ રોકવા માટે સરકાર દ્રારા ખાણ ખનિજ વિભાગ ઉપરાંત પોલીસ, આરટીઓ વિભાગની જવાબદારી છે અને સરકાર કરોડો રૂપિયાના પગારો પણ ચૂકવે છે.
ત્રણ–ત્રણ વિભાગ જે તે વિસ્તારમાં બધાના ઉપરી કલેકટર કે તેમનો વિભાગ પણ છે જ આમ છતાં રાજકોટ જ નહીં સમગ્ર રાયમાં જયાં ખનિજ છે ત્યાં બેફામ ખનિજ ચોરી થઈ રહી હશે તો જ રોજિંદા હજારો ડમ્પરો ભરાતા હશે. સરકારને બેવડા મારની માફક એકતો ખનિજની આવક, રોયલ્ટી ન મળે બીજી તરફ ઓવરલોડને લઈને રસ્તાઓ તૂટે અને જેની જવાબદારી છે તેવા તંત્રો આ બધુ રોકી ન શકે. ડમ્પરો યમદૂતો જેવા બનીને દોડે અને ગમે તેના જીવ હણી લે. જો તમામ તંત્રો સાહેબો દૂધે ધોયેલા હોય, લાખોની હાખોરી ન હોય તો પછી ગેરકાયદે દોડતા ડમ્પરો, ટ્રકો કે આવા વાહનો સામે લાલ આખં કરવામાં લગામ નાખવામાં કોની શરમ નડે છે?
જો તમામ વિભાગ સરકારનો અને સામાન્ય જન, માનવ જિંદગીનો પણ વિચાર કે ફરજ સમજીને તૂટી પડે તો ગેરકાયદે દોડતા વાહનોને નાથવા કે બધં કરવા કોઈ મોટી વાત નથી પરંતુ જરૂર તો આખરે હોય છે શુધ્ધ નીતિમતાની.
રોડ બનાવતી કંપનીઓને પણ વિના કારણે ફટકો પડતો હશે!
કરોડાના રોડ નિર્માણ સરકાર દ્રારા ખાનગી એજન્સીઓ, કંપનીઓને સોંપાતું હાયે છે. નક્કી થયેલા પેરામીટર્સ પર ઓનપેપર એગ્રીમેન્ટ મુજબ કામ કરવાનું હોય છે. જો કંપનીઓએ ચોક્કસ ટનની વજન ક્ષમતા ખમી શકે એ મુજબના ડામર, સિમેન્ટ રોડ, નાળા, બ્રીજ બનાવ્યા હોય તો પણ ઓવરલોડ સાથે વાહનો આવાગમન કરે એટલે રસ્તાઓ, બ્રીજને નુકસાન પહોંચવાનો સંદેહ રહે છે. આવા કારણોસર કદાચ કંપનીઓને ચોક્કસ સમય મર્યાદા પહેલા માર્ગેા તૂટે તો પેનલ્ટી આવતી હોય છે. અથવા તો પેમેન્ટ અટવાય કાંતો ફરી સમાર કામ કરવામાં લાખો રૂપિયા ખર્ચવા પડે, જેથી કંપનીઓને પણ ઓડકતરી રીતે લાખો રૂપિયાના ફટકા સાથે કંપનીનું નામ પણ ખરાબ થતું હશે. સરવાળે તો જનમાનસમાં સરકારની ઈમેજ એવી બંધાય કે સાવ કેવો માર્ગ, બ્રીજ બનાવ્યો કે હમણા જ બન્યો હતોને તૂટી પણ ગયો. ભ્રષ્ટ્રાચારની તો હદ કહેવાય. પરંતુ આની પાછળ ઓવરલોડ પણ જવાબદાર બનતું હશે. રોડ બ્રીજ નિર્માણ કરતી બધી કંપનીઓ, એજન્સીઓ પણ દૂધે ધોયેલી કે શુધ્ધ નથી હોતી એટલે તેમણે પણ માત્ર ઓવરલોડ જેવા કારણે હરખાવાની જરૂર નથી. ઓનપેપર જે વર્ક હોય છે તે વાસ્તવિક રીતે કયારેક નબળુ જ હોય છે એમાંય ઓવરલોડને લઈને ડબલ નુકસાન તો સરવાળે પ્રજાના ગજવામાંથી જતાં નાણાનું જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech