દર વર્ષની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે રામ નવમીનો ઉત્સવ ઉજવાયો જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામલલાના સ્વપમાં વિશેષ શણગાર કરવામાં આવે છે.
રામચરિત્ર માનસ અને રામાયણ મુજબ ભગવાન શ્રી રામ નો જન્મ મધ્યાન થયો હતો એટલા માટે ભગવાન શ્રી દ્વારકાધીશ ને પણ બપોરે ૧૨ વાગ્યે ઉત્સવ આરતી સાથે રામ નવમી નો ઉત્સવની શઆત થઈ . રોજ ભગવાન શ્રી દ્વારકાધીશને અલગ વાઘા અને ખૂબ અલંકારો અર્પણ કરવામાં આવે છે પણ આજે રામનવમી વિશેષ ભગવાનને માત્ર પીળા રંગનું પીતાંબર અને ઉપવસ્ત્ર સાથે ઓછા અલંકાર પહેરાવી અને સાથે જ ખાસ શંખ, ચક્ર, ગંદા, પદ્મ સહિત રામ સ્વપે ધનુષબાણ અને તીર કામઠા સાથે ભગવાન શ્રી રામ તરીકે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. રામ નવમી અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી.
રામનવમી વિશેષમાં ભગવાનને ઉત્સવના વિશેષ ભોગ પણ લગાવવામાં આવે છે એટલે રામનવમી નિમિત્તે ભગવાનને ખાસ પંજરીનો ભોગ લગાવવામાં આવે છે, આયુર્વેદની દ્રષ્ટિએ આ પંજરીનો ખૂબ જ મહત્વ છે પંજરી જે આખા ધાણા ડ્રાયફ્રુટ અને મિશ્રીનો પાવડર કરી તેમાં થોડું ઘી ઉમેરીને બનાવવામાં આવે છે. આજથી ગરમીની શરૂઆત થાય છે એટલે શરીરમાં પિત્ત નો પ્રકોપ વધે છે કા પિત્તને શાંત કરવા અને શરીરની અંદર ઠંડક રહે એટલા માટે પંજરીનો પ્રસાદ અને પંજરીના સેવનનું મહત્વ છે.