જેમ જેમ રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ વધી રહ્યું છે. દરમિયાન, ભગવાન રામને લઈને શરદ પવારની પાર્ટી એનસીપીના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.
એનસીપી નેતા ડો. જીતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર્રના શિરડીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ભગવાન રામ શાકાહારી નહોતા, તેઓ માંસાહારી હતા. એનસીપી નેતાએ કહ્યું કે જે વ્યકિત ૧૪ વર્ષથી જંગલમાં રહે છે તે શાકાહારી ખોરાક શોધવા કયાં જશે? લોકોએ આ વિશે વિચારવું જોઈએ. ભગવાન રામ શિકાર કરીને ખાતા હતા. અમે પણ શ્રી રામના આદર્શેાને અનુસરી રહ્યા છીએ. રામને આદર્શ તરીકે દર્શાવીને લોકો પર શાકાહારી ખોરાક થોપવામાં આવી રહ્યો છે. ગાંધી અને નેહના કારણે જ આપણને આઝાદી મળી છે અને એ પણ સાચું છે કે આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધી ઓબીસી હતા અને આ આરએસએસને સ્વીકાર્ય નથી.
જિતેન્દ્રએ કહ્યું કે ગાંધીજીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું. કોઈ ગમે તે કહે પરંતુ સત્ય બદલાશે નહીં. એનસીપી નેતાના નિવેદન બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યેા હતો. મહારાષ્ટ્ર્ર ભાજપે એકસ પરની એક પોસ્ટમાં કહ્યું કે મને નથી ખબર કે તમને હિંદુ દેવી–દેવતાઓનું અપમાન કરીને શું આનદં મળે છે, પરંતુ તમારી આ ભાષા રામભકતો સહન નહીં કરે.
આવ્હાડના ઘરની બહાર પ્રદર્શન: એફઆઈઆરની માગ
જિતેન્દ્ર આવ્હાડના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. અજિત જૂથના એનસીપી કાર્યકર્તાઓએ થાણેમાં આવ્હાદના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કયુ. તેઓ જીતેન્દ્ર આવ્હાદના ઘરે ભગવાન રામની તસવીર સાથે આરતી કરવા પહોંચ્યા હતા. તેઓએ 'જય શ્રી રામ' અને 'જિતેન્દ્ર અવહદ મુર્દાબાદ'ના નારા પણ લગાવ્યા હતા અને એફઆઈઆરની માગ કરી હતી તે જ સમયે ભાજપે કહ્યું છે કે આવ્હાદ વિદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ ઘટના બાદ જિતેન્દ્ર આવ્હાડના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જો કે, વિવાદનો અહીં અતં આવ્યો ન હતો. વિરોધીઓ સ્થળ પરથી જતાની સાથે જ જિતેન્દ્ર આવ્હાડના માણસોએ ગૌમૂત્રથી સ્થળ સાફ કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech