શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડા પહેરવા સૌથી શુભ માનવામાં આવે છે. તહેવારમાં આ રંગનું એક અલગ જ મહત્વ છે. ત્યારે મોટા ભાગે તમામ પરિણીત મહિલાઓ આ દિવસે લીલી સાડી અથવા લહેંગા પહેરે છે. જેના માટે તે ઘણા દિવસો પહેલાથી તૈયારીઓ શરૂ કરી દે છે. પરંતુ જો તમે તૈયારી નથી કરી અને છેલ્લી ક્ષણે નક્કી નથી કરી શકતા કે શું પહેરવું અથવા તમારી સાડી કેવી રીતે સ્ટાઈલ કરવી, તો બોલીવુડની નવપરણિત અભિનેત્રીના લુકમાંથી ટિપ્સ લઇ શકો છો.
તેમને અનુસરીને ફેશનેબલ દેખાઈ શકો છો. જો ઇચ્છો તો જ્વેલરીને પસંદગી મુજબ કોન્ટ્રાસ્ટિંગ અથવા મેચિંગ રાખીને લુકને પૂર્ણ કરી શકો છો.
રકુલ પ્રીત સિંહ
જો તહેવારના દિવસોમાં લાઇટ વેઇટ પરંતુ સ્ટાઇલિશ પહેરવા માંગો છો, તો રકુલ પ્રીત સિંહના આ લુકને ફોલો કરી શકો છો. તેણે પહેરેલી પોપટી રંગની સાડીમાં સહેજ ઘેરા લીલા રંગની બનેલી પાતળી બોર્ડર છે, જ્યારે આખી સાડીમાં પાંદડાની પ્રિન્ટ છે. જેની સાથે તેણે સ્લીવલેસ વી નેકલાઇન બ્લાઉઝ પહેર્યું હતું.
જેમાં રકુલે હેવી ઇયરિંગ્સ અને એક હાથમાં બંગડી પહેરીને લુક પૂરો કર્યો હતો. તેના બદલે લીલી બંગડીઓ પહેરી પણ શકો છો.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિન્હા ઈન્ડો વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે, જેણે પરંપરાગત ફેશનને આધુનિક વળાંક આપ્યો છે. તેણે V નેકલાઇન સાથે ક્રોપ ટોપ પહેર્યું છે. ક્રોપ ટોપ પર ગોલ્ડન રંગના દોરાથી સુંદર ડિઝાઈનની એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. તેણે તેને ધોતી સ્ટાઈલ સાથે મેચિંગ સાટીન રેપ સ્કર્ટ પહેર્યું હતું. જો કંઈક નવી સ્ટાઇલ ટ્રાય કરવા માંગો છો તો આ લુક ફોલો કરી શકો.
કૃતિ ખરબંદા
કૃતિ ખરબંદાની જેમ લેમન ગ્રીન કલરની સાડી પહેરીને પણ અલગ દેખાઈ શકો છો. કૃતિએ પ્લંગિંગ નેકલાઇન બ્લાઉઝ સાથે પિંક અને ગ્રીન બોર્ડર સાડી પહેરી છે. જેના પર અમુક અંતરે ફૂલ જેવી ડિઝાઈન છે, બ્લાઉઝ પણ એકદમ ટ્રેન્ડી છે. સિમ્પલ સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝમાં તે સુંદર દેખાતી હતી.
જો બ્લાઉઝની નેકલાઇન ઊંડી હોય તો વાળને પોનીટેલમાં બાંધીને અને કૃતિની જેમ લેયરિંગ નેકલેસ પહેરીને તેને સ્ટાઇલિશ બનાવી શકાય છે.
આરતી સિંહ
જો ચોલી પહેરીને નવી પરણેલી દુલ્હનની જેમ તૈયાર થવા ઈચ્છો છો તો ગોવિંદાની ભત્રીજી આરતી સિંહના આ લુકમાંથી ટિપ લઈ શકો છો. જયપુરી દુપટ્ટા સાથે ભારે એમ્બ્રોઇડરી કરેલ ચોલી ખૂબ સુંદર લાગે છે. જેમાં લીલા રંગની સાથે લાલ, સફેદ અને પીળા રંગ પણ છે. વાળમાં મેચિંગ જ્વેલરી, બંગડીઓ અને ગજરા સાથે એકદમ પરફેક્ટ દેખાશો.
તાપસી પન્નુ
જો ખૂબ જ સિમ્પલ લુક અપનાવવા માંગતા હોય તો તાપસી પન્નુની જેમ પ્લેન ગ્રીન સાડી પરફેક્ટ રહેશે. જેને લેસ ડિટેલિંગ બ્લાઉઝ સાથે મેચ કરી શકો છો. લહેરાતા કર્લ કરેલા વાળ પર સાઇડ પાર્ટીશન કરવાથી અને તાપસીની જેમ ગુલાબનું ફૂલ લગવીને તમારો લુક વધુ સુંદર બનાવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech