કાશીના સદીઓ જુના પૌરાણિક મંદિર ખાતે અયોધ્યાના ઐતિહાસીક ઉત્સવનું જીવંત પ્રસારણ કરાયું: સવારથી સાંજ સુધી અખંડ રામધુન-ધ્વજારોહણ અને મહાઆરતીમાં વિશાળ સંખ્યામાં ભાવીકો જોડાયા: સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ રધુવંશી શ્રેષ્ઠીઓ સાથે ખોજા સમાજના અગ્રણીઓ પણ જોડાયા
અયોધ્યામાં રામજન્મ સ્થાન પર નિર્માણ કરાયેલા ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામચંજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસીક અવસરના વધામણાં છોટી કાશી જામનગરમાં પંચેશ્ર્વર ટાવર પાસે લોહાણા મહાજનવાડીના પૌરાણિક રામ મંદિર ખાતે વિવિધ ધાર્મીક કાર્યક્રમો સાથે શ્રધ્ધાભેર કરવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરમાં પંચેશ્ર્વર ટાવર સ્થિત લોહાણા મહાજનવાડીમાં સદીઓ જુનું પૌરાણિક મંદિર રામભક્તો માટે સંસ્થાનું મહત્વનું ધર્મસ્થાન છે. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રામભક્તો ટી.વી.પર નિહાળી શકે તે માટે વિશાળ પડદા પર સવારથી બપોર સુધી સમગ્ર અયોધ્યા ધર્મોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
આ અવસરે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના મુહુર્ત સમયે મંદિરમાં ભગવાન શ્રી રામચંજીની આરતી લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી રમેશભાઈ દતાણી, ઓડીટર હરેશભાઈ રાયઠઠા (સી.એ.) સહિતના અગ્રણીઓએ ઉતારી હતી. ભગવાન શ્રી રામચંજીની આરતીમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ સાથે ખોજા સમાજના શહેર - જીલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ જોડાઈને કોમી એક્તાનું ઉમદા દ્રષ્ટાંત પુરૂ પાડયું હતું. આ પૂર્વે રામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરાયું હતું. જેનો લાભ પણ સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલે લીધો હતો.લોહાણા મહાજનવાડી સ્થિત રામ મંદિરમાં અયોધ્યાના ધર્મોત્સવ અવસરે તા.રર ના રોજ વ્હેલી સવારથી સાંજ સુધી અખંડ રામધુનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMબાબા સિદ્દીકી હત્યા કેસઃ પુણેમાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ, અત્યાર સુધીમાં 18ની ધરપકડ
November 07, 2024 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech