રજપુતપરામાં આવેલી જય ખોડિયાર ચેમ્બર્સમાં ૧૦ ઓફિસના તાળાં તૂટ્યા

  • March 09, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રજપૂતપરા મેઈન રોડ પર આવેલા જય ખોડીયાર ચેમ્બર્સમાં ત્રીજા માળે આવેલી એડવોકેટની ઓફિસ સહિત ૧૦ ઓફિસના તાળા તોડી તસ્કરોએ હાથફેરો કર્યેા હતો.જોકે ત્રણ ઓફિસમાં મળી .૧૯૦૦ ની રોકડ તસ્કરો ચોરી કરી ગયા હતાં.જયારે અન્ય ઓફિસમાં તસ્કરોને ફોગટનો ફેરો થયો હતો.આ અંગે એડવોકેટની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સીસીટીવી ફટેજ ચકાસતા મોઢે માલ બાંધી અહીં આંટાફેરા કરતો શખસ કેદ થઇ ગયો હતો.જે ફટેજના આધારે પોલીસે આ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર શિવાલય ચોક નજીક સ્ટાર રેસીડેન્સીમાં રહેતા અને જય ખોડીયાર ચેમ્બર્સમાં ત્રીજા માળે ૩૦૩ નંબરની ઓફિસ ધરાવતા વકીલ રાજેશભાઈ રાયધનભાઈ જળુ (ઉ.વ.૪૨)એ ચોરીની આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તા. ૭૩ ના રાત્રીના ઓફિસ બધં કરી ઘરે ગયા બાદ બીજા દિવસે સવારે ૯:૩૦ કલાકે ઓફિસ પર આવતા ઓફિસના દરવાજામાં લગાવેલું તાળુ તુટેલું હોય જેથી અંદર જઇ તપાસ કરતા માલુમ પડયું હતું કે,તસ્કરો તેની ઓફિસમાંથી મંદિરમાં રાખેલા ા. ૫૦૦ની રોકડ ઉપરાંત ઓફિસ નં.૩૧૦માં વન પાર્ટ હોમ એપલાઈસીંસ નામે ઓફિસ ધરાવતા અજયભાઈ ચૌહાણની ઓફિસમાંથી ા.૧૦૦૦ની રોકડ, ૨૨૧માં લો બૂક એજન્સી નામે ઓફિસ ધરાવતા ભગવાનસિંહ ચૌહાણની ઓફિસમાંથી ા.૪૦૦ મળી કુલ ા.૧૯૦૦ની મત્તા ચોરી ગયા હતા.

આ ઉપરાંત ત્યાં આવેલી ૩૧૨ નંબરની ઓફીસમાં સોની કોમ્પ્યુટર નામે ઓફિસ ધરાવતાં ભાવિનભાઈ ઝીંઝુવાડીયા અને અન્ય ઓફિસ સહિત કુલ ૧૦ ઓફિસના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યેા હતો.બનાવ બાદ અહીંના સીસીટીવી ફટેજ ચકાસતા મોઢે માલ બાંધેલો શખસ અહીં આંટાફેરા કરતો હોવાનું નજરે પડયું હતું.પોલીસે આ ફટેજના આધારે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ પી.કે.ગામીત તપાસ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application