જ્યોતિનગરમાં બહારગામ ગયેલ બે મકાનોના તાળાં તૂટયા: ફરિયાદ

  • August 08, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોની રંજાડ વધેલ છે જે સ્થાનિક પોલીસ માટે પડકાર જનક બનેલ છે રવીવારની રજામા બહાર ગામ ગયેલા શિક્ષક દંપતિ સહિતનાં બે મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા વધુ એક ચોરી એ પેટ્રોલીંગ અંગે સવાલ ઉભા કરેલ છે.જ્યોતિનગરમાં રહેતા શિક્ષક દંપતિ જશુબેન અને વિપુલભાઇ દૂલેરા રવીવારનાં ધાંગધ્રા ભણતા તેમના પુત્રને મળવા ગયેલા અને સુરેન્દ્રનગર રાત્રી રોકાણ કરેલ સોમવારે સવારે ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાના નકૂચા તુટેલા હતા જેથી ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરેલ હતી તસ્કરોએ ઘરમાં કબાટ, તિજોરી, સેટી સહિતનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તેમજ એક જોડ ચાંદીના છડા અને ચાર પાચ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરેલ હતી તેમની સામેની લાઇનમાં પણ એક મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડેલ હતાં છેલ્લા ૧૫ દિવસમાં કેટલાક સોસાયટી વિસ્તાર, મફતિયા પરા જેવા વિસ્તારોમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરેલ છે કહેવાય છે બે સપ્તાહમાં આવા દશ મકાનોમાં ચોરીનાં બનાવ બનેલ છે. એક બે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજમાં ત્રણ સવારી બાઈક સવારો હોવાનું પણ જણાયું છે તેમ છતાં ચોરીનાં બનાવો બનેલ છે. રાત્રીનાં હોમગાર્ડ અને પોલીસને નાકા બાટી પેટ્રોલીંગ ડ્યુટી અપાય છે તેમ છતા તસ્કરી થતા ચોર ટોળી પોલીસ માટે પડકારજનક બની રહી છે સામાન્ય નાગરીકો માં તસ્કર ટોળી ને લઈને પણ ચર્ચા ઉઠી છે. ત્યારે વધુ કડક પેટ્રોલીંગ અને હ્યુમન સોર્સ ની મદદ મેળવી પગેરૂ મેળવવા માટે સઘનતા દાખવી લોકોનો ફફડાટ દૂર કરવો જરૂરી બનેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application