રાજ્ય ચૂટણી પંચ આજે સાંજે સાડા ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરશે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સહિત રાજ્યની 70 નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર કરાશે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી, 14 ટકા એસટી અને 7 ટકા એસસી અનામત બેઠકો રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ જિલ્લાના કલેક્ટરોને ચૂંટણીને મુદ્દે આયોજનપૂર્વક આગળ વધવા સૂચના આપી છે.
મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી આયોગની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચાયત, નગરપાલિકા, અને જૂનાગઢ તથા અન્ય મહાનગરપિલાકા ચૂંટણીઓની આખરી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. ગત મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં ભારે ઉથલપાથલ, આર્થિક મંદી અને મોંઘવારીનો ભય; હવે શું થશે?
February 28, 2025 09:15 PMકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech