રાજકોટ શહેર ભાજપનું નવું સંગઠન માળખું રચવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ત્રણ ટર્મ પૂર્ણ થતી હોય તેવા કોર્પોરેટરો દ્વારા ભાજપ સંગઠનમાં ઘુસપેઠ કરવા લોબિંગ શરૂ કરાયાનું જાણવા મળે છે. બીજીબાજુ એક વ્યક્તિ એક પદની ફોર્મ્યુલા મુજબ સંગઠનમાં હોદ્દો મેળવે તેને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. તદઉપરાંત આગામી ડિસેમ્બરમાં કોર્પોરેટર તરીકે જેમની ત્રણ ટર્મ પૂર્ણ થતી હોય કે ૬૦ વર્ષથી વધુ વય થતી હોય તેમને ટિકિટ અપાશે નહીં તેથી ત્રણ ટર્મ પૂર્ણ થતી હોય તેવા સિનિયર કોર્પોરેટરોએ ટિકિટ કપાય તે પૂર્વે શહેર સંગઠનમાં ગોઠવાઇ જવા પ્રયાસો શરૂ કર્યા છે.
ગાંઠના પૈસે ગોપીચંદન કરીને ભાજપ માટે ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતા કાર્યકર્તાઓ તેમને ક્યાંક પદ મળે કે તક મળે તેવી અપેક્ષા રાખીને બેઠા છે ત્યારે રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં પેરાશૂટ હોદ્દેદારોને બદલે વફાદાર કાર્યકતાઓ અને આગેવાનોને સ્થાન અપાય તેવી માંગ ઉઠી છે. હાલમાં અન્ય પૂર્વ કોર્પોરેટરો જે રીતે ઘરે બેઠા છે તે રીતે આગામી ચૂંટણી પૂર્વે જેમની ત્રણ ટર્મ પૂર્ણ થતી હોય તેમને સંગઠનમાં હોદ્દો આપવાને બદલે તેમની પાસેથી સામાન્ય કાર્યકર્તાની જેવું કામ લેવું જોઇએ તેવું અપેક્ષિતો માની રહ્યા છે.
ભાજપ પાસે પેઇજ પ્રમુખથી શરૂ કરીને બુથ લેવલના કાર્યકરની ફોજ છે તેથી પેરાશૂટ થી આવેલા માટે માન ન હોય પરંતુ શિસ્તને કારણે કોઇ બોલે નહીં. ચૂંટણીમાં તો અનેક ઉમેદવાર પેરાશૂટથી ઉતરે જ છે.પરંતુ કમ સે કમ સંગઠન માળખામાં તો પક્ષ માટે કંઇ કર્યું ન હોય તેવા દાવેદારોને સ્થાન આપવું ન જોઇએ તેવું પાયાના કાર્યકર્તાઓ માને છે.
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ માધવભાઇ દવેએ પદગ્રહણ કરતાની સાથે જ એવી જાહેરાત કરી હતી કે આવતી ચૂંટણીમાં મહાનગરપાલિકાને સંપૂર્ણ પણે કોંગ્રેસમુક્ત કરવા કુલ ૧૮ વોર્ડની તમામ ૭૨ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તેવા સંકલ્પ સાથે હાલથી તૈયારીઓ શરૂ કરાઇ છે. અલબત્ત ૭૨ બેઠકો જંગી બહુમતીથી જીતવા માટે કાર્યકરોનું ઉત્સાહવર્ધન કરે તેવા ચુનંદા આગેવાનો અને કાર્યકરોને શહેર સંગઠનમાં સ્થાન અપાય તે આવશ્યક છે.
એપ્રિલના અંત સુધીમાં શહેર ભાજપ સંગઠન માળખાની રચના થઇ જશે તે નિશ્ચિત છે ત્યારે સૌને સમાન તક મળે તે માટે અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે. સંગઠન માળખામાં સ્થાન મેળવવા ઉત્સુક હોય તેવા કાર્યકરો અને આગેવાનોએ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સવાર સાંજ આંટા ફેરા શરૂ કરી દીધા છે તેમજ સોશ્યલ મીડિયામાં પણ સક્રિયતા વધારી દીધી હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech