મહાપાલિકામાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૫૫૯ શહેરી ફેરિયાઓની લોન મંજૂર કરાઈ

  • September 19, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૫૫૯ શહેરી ફેરિયાઓની લોન મંજુર કરાઇ હતી. વિવિધ બેંકોએ મહાપાલિકામાં ઉપસ્થિત રહી લોન મંજુર કરતા પીએમ સ્વનિધિ યોજનાનો કેમ્પ સફળ રહ્યો હતો.વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્રારા શેરી ફેરિયાઓ માટેની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ યોજના મારફત શેરી ફેરિયાઓ તેમની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્રારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શ કરી શકે તે હેતુથી તબક્કાવાર વકિગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતિમાં તા.૧૩થી ૧૭ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો જેમાં રવિવારે ૭૧૫ લોકો સહીત પાંચ દિવસમાં કુલ ૩૫૫૯ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં તા.૧૩ના ૬૬૦ લાભાર્થી, તા.૧૪ના ૮૫૦, તા.૧૫ના ૧૦૫૧, તા.૧૬ના ૨૮૩, તા.૧૭ના ૭૧૫ લાભાર્થીઓ સહીત કુલ ૩૫૫૯થી વધુ લાભાર્થીએ લાભ લીધો હતો.વિવિધ બેંકોના પ્રતિનિધિઓ મહાપાલિકામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લાભાર્થીઓની લોન મંજુરીની પ્રક્રિયા કેમ્પનાં સ્થળે મંજુર કરવામાં આવી હતી. આ મેગા કેમ્પ માટે મ્યુનિ. કમિશનર આનદં પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ વિભાગ સહિત વિવિધ શાખાઓના ૧૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત રહ્યા હત.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application