આરબીઆઈની ભેટ: લોનના હપ્તા નહીં વધે: રેપો રેટ ૬.૫૦% યથાવત

  • October 06, 2023 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છઇઈં એ વ્યાજદર સ્થિર રાખી રેપો રેટમાં ફરી એકવાર ફેરફાર કર્યેા નથી. વ્યાજદરને વર્તમાન ૬.૫ ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શકિતકાંત દાસ સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.દેશની કેન્દ્રીય બેંક  દ્રારા દર બે મહિને નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલે છે. આ બેઠકની અધ્યક્ષતા આરબીઆઈ ગવર્નર કરે છે. આરબીઆઈની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ૪ ઓકટોબરથી શ થઈ હતી. આ બેઠકનો નિર્ણય આજે આરબીઆઈ ગવર્નરે આપ્યો છે. તહેવારોની સિઝનમાં દરેકની નજર આ નિર્ણયો પર હોય છે. ત્યારે  છઇઈં ગવર્નર શકિતકાંત દાસે જાહેરાત કરી હતી કે આ વખતે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે રેપો રેટ ૬.૫ ટકા પર રહેશે ઘણા નિષ્ણાતોએ આશા વ્યકત કરી હતી કે મોંઘવારી અને અન્ય વૈશ્વિક પરિબળોને કારણે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.


જો આપણે રેપો રેટને સરળ ભાષામાં સમજીએ તો તે સેન્ટ્રલ બેંક દ્રારા દેશની બાકીની બેંકોને આપવામાં આવતી લોનનો દર છે. બેંકો આ દરે ગ્રાહકોને લોનની સુવિધા પણ આપે છે. જો સેન્ટ્રલ બેંક રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કરે છે, તો તેનો અર્થ એ છે કે હવે બેંક ગ્રાહકોને ઓછા વ્યાજ દરે હોમ લોન, વાહનો અને અન્ય લોન આપે છે. ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ મળેલી રિઝર્વ બેન્કની ત્રિદિવસીય મિટિંગમાં રેપો રેટ ૬.૫૦ ટકા રાખવામાં આવ્યો હતો. આ સમયે જઉઋ દર ૬.૨૫ ટકા , ખજઋ દર અને બેંક દર ૬.૭૫ ટકા છે તો રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા નક્કી કરાયો હતો. આ ઉપરાંત ઈછછ અને જકછ  અનુક્રમે ૪.૫૦ ટકા અને ૧૮ ટકા જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application