જામ્યૂકો દ્વારા ફેરીયાઓ માટે લોનમેળો યોજાયો

  • September 15, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુ. કમિશ્નર દિનેશ મોદીએ લાભાર્થીઓનું કર્યું સન્માન


જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં વસવાટ કરતા શેરી ફેરિયાઓ માટે તા.13/09/2023 થી 15/09/2023 દરમ્યાન મેગા લોન ડીસ્બર્સમેન્ટ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં લાભાર્થીઓ અને કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને યોજનાના બહોળા લાભ અર્થે જામનગર મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નર દ્વારા બેંક ખાતે સ્થળ નિરીક્ષણ કરી પ્રોત્સાહીત કયર્િ હતા, મ્યુ. કમિશનર દ્વારા વિવિધ બેંકોની મુલાકાત લઈ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.


જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા તા. 13 થી શહેરની જુદી જુદી  બેંકોમાં  સ્વનિધિ અંતર્ગત મેગા લોન ડિસ્બસમેન્ટ કેમ્પ ચાલી રહ્યા હોય, જેનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા માંડવી ટાવર ખાતે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા તથા બેડી બંદર રોડ ખાતે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ખાતે મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ મુલાકાત દરમિયાન અહીં ઉપસ્થિત શહેરી ફેરિયાઓ સાથે તેઓને મળેલ ા. 10,000 ની લોન વિષયક વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ ા. 10,000 ની લોનનું ચુકવણું સમયસર કરવા લાભાર્થીઓને જણાવ્યું હતું.


આ તકે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો આ લોનનું ચુકવણું સમયસર થશે તો આગામી દિવસોમાં તમે ા. 20,000 અને 50,000 ની લોન લેવા માટે  તમે કેપેબલ બની શકો છો, આગામી સમયમાં લોન મેળવી આપ પોતાના નાનકડા વ્યવસાયને આગળ ધપાવી લારી-ગલ્લા ચલાવતા લોકો સરકારની યોજનાનો લાભ મેળવી પોતાની દુકાન પણ કરી શકે છે, મ્યુ. કમિશનરએ લાભાર્થીઓને મળી તેઓ મેગા લોન ડિસ્બસમેન્ટનો લાભ મળ્યો છે, તો વડાપ્રધાન દ્વારા ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટનું ચુકવણું કરવા માટે વધુ પડતા ફાયદા થાય છે, તેમજ ઓનલાઇન ટ્રાન્જેક્શનના ફાયદા જણાવી સમયસર લોનનું ચુકવણું કરી સ્વનિધિના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.


આ મેગા લોન ડીસ્બર્સમેન્ટ કેમ્પ દરમિયાન બે દિવસની અંદર 400 થી વધુ લાભાર્થીઓને ા. 10,000 ની પ્રથમ લોન જામનગરની વિવિધ બેંકો દ્વારા આપવામાં આવેલ છે, પરંતુ કેમ્પ બાદ પણ લોન ડીસ્બર્સમેન્ટ અને એપ્લીકેશન ચાલુ જ રહેવાની હોય, તેથી જામનગર શહેરમાં વસ્તા તમામ શહેરી ફેરીયાઓને આ યોજનાનો વહેલી તકે લાભ લેવા મ્યુ. કમિશ્નર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.


આ મુલાકાત દરમિયાન સેન્ટ્રલ બેન્કના રિઝયોનલ હેડ નરેશ ઠાકુર, ચીફ મેનેજર સુનિલકુમાર, આસિસ્ટન્ટ મેનેજર રશ્મિ રાઠોડ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર એસ.એચ. તિવારી, રીજીયોનલ મેનેજર આર.જે. વિરમગામા, આસિસ્ટન્ટ મેનેજર મિહિર પારેખ, યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જોશી, સ્વનિધિ મેનેજર વિપુલભાઈ વ્યાસ, પુનમબેન ભગત તથા આરતીબેન ગોહિલ, પુષ્પાબેન સહિતના નોડલ ઓફિસર અને સમાજ સંગઠકો સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application