અમરેલીના લેટરબોંબની આગ હવે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં લાગે એવા એંધાણ વતર્ઈિ રહ્યા છે, લેટરબોંબ સાઈડ મુદ્દો અને પાટીદાર દીકરીને ન્યાય એ પ્રથમ પ્રાથમિકતા બની છે. જેને લઈને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ભાજપ્ને ભીડવવા માટે હવે માત્ર અમરેલી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં નારી સ્વાભિમાન આંદોલન નામથી કાર્યક્રમ યોજવા માટેની તૈયારી દશર્વિવાની સાથે 48 કલાકના અનસન ધરણા પુરા કરી ગઈકાલે અડધો દિવસ અમરેલી શહેર સ્વૈચ્છીક બંધ રાખવા માટેનું એલાન કર્યું હતું. ધાનાણીના બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઉપવાસ છાવણીની આસપાસની દુકાનો બંધ રહી રહી આ સિવાય શહેરની મુખ્ય બજારો સહિતના વિસ્તારો ખુલ્લા રહ્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પાયલ ગોટીને પટ્ટાથી મારમારનાર જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરો અને તટસ્થ તપાસની માગ કરી વધુમાં ઉમેર્યું હતું કે, ધારાસભ્ય કૌશિક વેકરિયા સાચા હોત તો જાહેરમાં ચચર્િ માટે આવ્યા હોત. પોતા ઉપર લાગેલા હપ્તાખોરી, રેતી ખનન, કોન્ટ્રકટરોની સાથેની સાઠગાંઠના આક્ષેપો ખોટા હોવાનું સાબિત કર્યું હોત, ધારાસભ્ય વેકરીયા અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નાર્કો ટેસ્ટ કરાવવાની અને લેટરનો ફોરેન્સિક તપાસ પણ કરાવવા માગણી કરી હતી. આ લડતમાં પરેશ ધાનાણીની સાથે પૂર્વ સાંસદ વીરજી ઠુંમર, જેની ઠુંમર, પ્રતાપ દુધાત, લલિત કગથરા સહિતના પાટીદાર નેતાઓ પણ જોડાયા છે. આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ નેતાઓ ઝુકાવે છે કે માત્ર આ લડત પાટીદાર પૂરતી જ સીમિત રહે છે તેના ઉપર પણ મીટ મંડાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી બોંબની ચચર્િ ગાંધીનગરમાં સીએમઓમાં પણ થઇ રહી છે અને યુવતિને રાત્રીના અરેસ્ટ કરવા બાબતે ખુદ મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્તિ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આગને ઠારવા ભાજપ્ના નેતાઓ ફાયર બ્રિગેડની બદલે દૂરથી ફૂંક મારવાની ભૂમિકામાં
અમરેલી લેટરબોંબની આગમાં ભાજપ સામે ભાજપ-કોંગ્રેસ બંને મેદાને છે, આ આગ હવે અમરેલી પૂરતી નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રસરવાના સંકેતો મળી રહ્યા છે. પાટીદાર યુવતિના આરોપોને સાથે રાખી ગામે ગામ નારી સ્વાભિમાન આંદોલન કરવામાં આવશે તેમ આગામી રણનીતિ ઘડવામાં આવી છે. આ આગને ઠારવા માટે ભાજપ હાઇકમાન્ડ તરફથી પણ કોઈ મુવમેન્ટ જોવા મળતી નથી તો બીજી તરફ અમરેલી જિલ્લાના દિગજ્જ નેતાઓ પણ આગ ઠારવા ફાયર બિગ્રેડની ભૂમિકાને બદલે દૂર બેસીને ફૂંક મારી રહ્યા છે. જેથી આગને પવન મળતા વધુ પ્રજ્વલિત થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech