રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનુસૂચિત જાતિ મોરચાના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. માધવ દવે અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે વચ્ચે થયેલી લાંબી ચર્ચા-વિચારણા બાદ આ નામો પર મહોર મારવામાં આવી છે. આ નવી નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
સોશિયલ મીડિયા અને આઈટી પર ભાર
ભાજપે આ વખતે ડિજિટલ મોરચે પણ મજબૂતી બતાવી છે. કાંતિભાઈ બગડાને આઈ.ટી. ઇન્ચાર્જ, મિહિરભાઈ ચૌહાણને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને પંકજભાઈ સાગઠીયાને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી સોંપીને સંગઠનને આધુનિક પ્રચાર પદ્ધતિથી સજ્જ કરવાની રણનીતિ અપનાવી છે.
ચૂંટણી લક્ષી રણનીતિ
રાજકોટમાં દલિત અને અનુસૂચિત જાતિના મતોનું મોટું પ્રભુત્વ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ મોરચાનું નવું માળખું જાહેર કરીને ભાજપે સામાજિક સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને વોર્ડ સ્તરે જે કાર્યકરોની પકડ મજબૂત છે, તેમને સંગઠનમાં સ્થાન આપીને છેવાડાના માનવી સુધી પહોંચવાની યોજના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application