178 હોસ્પિટલનું લીસ્ટ રેડી : રાજકોટ મનપાએ પ્રોફેશનલ ટેકસ ભરપાઈ કરવાની કરી તાકીદ

  • September 18, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાને આ વર્ષે રૂપિયા 38 કરોડનો વેરો વસૂલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ત્યારે મહાનગરપાલિકાએ શહેરની 178 હોસ્પિટલોને આગામી તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે તાકીદ કરી છે.   


મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ વર્ષે ₹38 કરોડની ટેક્સ વસૂલાત નો ટાર્ગેટ અપાયો છે જેની સામે અત્યાર સુધીમાં ₹11.91 કરોડની રિકવરી થઈ છે. ક્યારે સાર્વજનિક અને ટ્રસ્ટ સંચાલિત 178 હોસ્પિટલોને પ્રોફેશનલ ટેક્સ ભરી દેવા માટે તાકીદ કરાઇ છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે ટેકસ શાખાના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ટેક્સ રિકવરી કડક રીતે કરવા તાકીદ કરી હતી અને જો ન કરવામાં આવે તો સીલ તેમજ જપ્તી સહિતની કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application