ત્રંબા પાસે વાડીની ઓરડીમાંથી રૂ.3.13 લાખનો દારૂ ઝડપાયો

  • September 16, 2023 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરની ભાગેળો ત્રંબા ગામ પાસે વાડીમાં ઓરડીમાંથી રૂ.3.13 લાખનો દારૂનો જથ્થો ઝડપી લઇ એક શખસને ઝડપી લીધો હતો.આ સમયે એક મહિલા પણ હાજર હોય પણ તેની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂ.8.23 લાખનો મુદામાલ કબજે કરી મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે ત્રંબા ગામની સીમમાં વીડીમાં અવાવરું ઓરડીમાંથી પોલીસે 3.13 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસો દારૂના આ જથ્થા સાથે રામનાથપરા શેરી નંબર 1 નદીના કાંઠે રહેતા અજય સંજયભાઈ સોલંકી(ઉ.વ 20)ને ઝડપી લીધો હતો દરોડા સમયે અહીં કાજલ જીગ્નેશભાઈ રાઠોડ (રહે. ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે) નામની મહિલા પણ હાજર હોય પરંતુ તેની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
પોલીસે દારૂનો આ જથ્થો અને વનર્િ કાર તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા 8.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા શખ્સ અજયની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે રહેતા ધવલ ધીરેનભાઈ પુજારાનો હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય બન્ને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application