દારૂબંધીની ધજજીયા: સીપી કચેરી પાસે રીક્ષા પલટી ખાતા દારૂનો જથ્થો મળ્યો

  • July 18, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ હોય તેમ દારૂબંધીની ધજ્જીયા ઉડાવતી ઘટના આજરોજ બનવા પામી છે. પોલીસ કમિશનર કચેરીથી નજીકના અંતરે જ આવેલા પારસી અગિયારી ચોકમાં આજરોજ બપોરના સુમારે ટ્રાફિકથી ધમધમતા એવા રોડ પર એક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષા પલટી ખાતા તેમાંથી દારૂનો જથ્થો બહાર નિકળ્યો હતો. બનાવને લઇ અહીં લોકો એકત્ર થઈ ગયા હતા તો બીજી તરફ બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો. પોલીસે રિક્ષાને પોલીસ સ્ટેશનને લઈ જઈ દારૂનો જથ્થો કબજે કરી એક શખસની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સુમારે પોલીસ કમિશનર કચેરી નજીક આવેલા પારસી અગિયારી ચોકમાં એક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રીક્ષા પલટી ખાઈ ગયા બાદ સામાન્ય રીતે બનતું હોય તેમ લોકો રીક્ષા ચાલકને ઈજા પહોંચી છે કે અંદર કોઈ મુસાફરને ઈજા પહોંચી છે કે કેમ? તે જોવા માટે રીક્ષા પાસે જતા અહીં અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. રિક્ષામાંથી એક બેગ ખુલી ગઈ હોય અને તેમાંથી દારૂની બોટલો બહાર આવી ગઈ હોય દારૂનો જથ્થો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાકીદે અહીં દોડી આવ્યો હતો. પોલીસ દારૂ ભરેલી આ રીક્ષા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે રિક્ષામાં દારૂનો કેટલો જથ્થો હતો તે અંગે હજુ પોલીસે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી પરંતુ અંદાજિત દોઢ પેઢી જેટલો દારૂ હોવાનું માલુમ પડ્યું છે. તેમજ દારૂનું આ જથ્થો સદર પાસેના વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગરનો હોવાની પણ ચચર્િ થઈ રહી છે. જોકે પોલીસ દ્વારા હજુ આ મામલે કોઇ સ્પષ્ટ વિગતો આપવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application