ખંભાળિયા નજીક પીકઅપ વાનમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર

  • December 05, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - પોરબંદર હાઈવે પર અત્રેથી આશરે ૨૦ કિલોમીટર દૂર રાત્રિના આશરે ૧૨:૩૦ વાગ્યાના સમયે ભાડથર ગામ નજીક પસાર થઈ રહેલા જી.જે. ૨૫ યુ. ૫૬૭૯ નંબરના એક બોલેરો પીકઅપ વાનમાંથી પોલીસે રૂ. ૪૦,૦૦૦ ની કિંમતનો ૨,૦૦૦ લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ પાંચ લાખની કિંમત ના બોલેરો સહિત ૫ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી, આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા બોલેરોના ચાલક નારણ ટપુભાઈ મોરી નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
***
જોડીયાના મોરાણા ગામમાં દેશી દારુની ભઠ્ઠી પર દરોડો
જોડીયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ અબુ જખાનીયા (ઉ.વ.૨૫) નામનો શખ્સ મોરાણા તળાવ કાંઠે બાવળની ઝાડીમાં દેશી દારુની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ૫૦ લીટર આથો, દારુની ભઠ્ઠીના સાધનો સહિતનો ૩૧૦૦નો મુદામાલ કબ્જે કરી રેઇડ દરમ્યાન રાજુને પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application