પ્યાસીઓના જીવ તાળવે ચોંટયા, એસએમસીએ પકડેલ દારૂનો તાલુકા પોલીસ દ્વારા નાશ કરાયો

  • July 26, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદી વાતાવરણ ની વચ્ચે ગોંડલ તાલુકા પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો એસએમસી બ્રાન્ચ દ્વારા તાજેતરમાં મોટા પ્રમાણ માં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન માં મુદામાલ રૂમ માં દારૂ સમાયો ના હતો જેને લઈને શહેર ના વોરા કોટડા રોડ પર ૨૯ હજાર થી વધુ દારૂ ની બોટલ નો નાશ કરવામાં આવ્યો.
​​​​​​​
ગોંડલ તાલુકા પોલીસ અને એસએમસી બ્રાન્ચ દ્વારા તાલુકાના વિવિધ  વિસ્તારોમાં ૧૦ જેટલી કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ ઈંગ્લીશ દારૂના મોટા પ્રમાણના જથ્થાનો શહેર ના વોરકોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યા માં નાશ કરવામાં આવ્યો હતો. એસએમસી અને તાલુકા પોલીસે સાત મહિના દરમ્યાન પકડેલા ૨૯,૭૩૩ વિદેશી દારૂની બોટલો ૧ કરોડ ૯ લાખ ૫૯ હજાર ૩૫૦ રૂપિયા ની કિંમતની દારૂનો વરસતા વરસાદની વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો


પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, ડીવાયએસપી કે.જી.ઝાલા તાલુકા પોલીસના પીએસઆઇ જે.એમ ઝાલા, નશાબંધી અધિકારી પીઆઇ નર્મિલાબેન મોરી તાલુકા પોલીસ સ્ટાફ ની હાજરીમાં નાશ કરાયો હતો બુલડોઝર નાં તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના કંઠો સુકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application