શરાબની દોઢ બોટલ, દેશી દારુ, ભઠ્ઠીના સાધનો અને આથો જપ્ત
જામનગરના પટેલનગરમાં રહેતા શખ્સને દારુની બોટલ સાથે પકડી લેવાયો હતો, જામજોધપુરમાં એક વેપારી દારુની અડધી બોટલ સાથે ઝપટમાં આવ્યો હતો આ બંનેમાં દારુ આપનારના નામ ખુલ્યા હતા, જયારે ગણપતનગર અને જાગૃતીનગરમાં દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરના મહાવીરનગર પાછળ પટેલનગર શેરી નં. ૬માં રહેતા રીક્ષા ડ્રાઇવર શબીર ઉર્ફે સદામ ઇકબાલ થૈયમ નામના શખ્સને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે સીટી-એ પોલીસે પકડી લીધો હતો, જયારે રણજીતસાગર રોડ, આવાસમાં રહેતા જયદીપ શંકરલાલ દામાનું નામ ખુલ્યુ હતું. જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત જામજોધપુરના બાવીસકોટડામાં રહેતા વેપારી પ્રદિપ ધીરુ ગાલોલીયાને વિદેશી દારુ આશરે ૩૦૦ એમએલ ભરેલ બોટલ સાથે જામજોધપુરના ભરડીયા રોડ પરથી પકડી લીધો હતો. દારુની અડધી બોટલ ગીંગણી ગામના પરેશ ઉર્ફે ટોની તાજપરાએ આપી હતી જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અન્ય દરોડામાં જામનગરના ગણપતનગર બાવરીવાસમાં રહેતા ઘનશ્યામ સુલતાન ધાંધલના ઝુપડેથી ૧૦ લીટર દેશી દારુ, ૮૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો સાથે દબોચી લીધો હતો, તથા જાગૃતીનગરમાં રહેતી ગંગાબેન કૈલાશ બાવરીને ત્યાથી ૧૦ લીટર દેશી દારુ ૧૧૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech